સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક વિડીયો સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારીને લઈ વિડીયો સામે આવ્યો છે કે, જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં એક લગ્ન સમારોહમાં જાનૈયાઓ ઉપર હેલિકોપ્ટરમાંથી ફુલ તથા નોટોનો વરસાદ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર નોટોની વરસાદનો વિડીયો ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એવું જણાવવામાં આવ્યું છે કે, વરરાજાનો ભાઈ વિદેશમાં રહે છે તથા તે ભાઈના લગ્નમાં પાકિસ્તાનમાં આવ્યો છે. જેથી એને જાનૈયાઓ ઉપર નોટો તથા ફુલોનો વરસાદ કરવા માટે ખાસ એક હેલિકોપ્ટરને ભાડે લીધું હતું.
પાકિસ્તનામાં આવાં પ્રકારનો આ પહેલો બનાવ નથી. આની અગાઉ ગુજરાંવાલા વિસ્તારમાં એક ઉદ્યોગપતિએ પોતાની દીકરીના લગ્નમાં જાનૈયાઓ ઉપર ડોલરનો વરસાદ કર્યો હતો. આ ઘટના કંગાળ પાકિસ્તનના પંજાબ પ્રાંતમાં આવેલ મંડી બહાઉદીનમાં બની છે.
જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, લોકો ગાડી ઉપર ચડીને જાનૈયાઓ ઉપર નોટોનો વરસાદ કરી રહ્યાં છે. ખુબ મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિક દુનિયાના અનેકવિધ દેશોમાં રહે છે. આવા સમયમાં વતન આવ્યા પછી પણ પોતાના લગ્નમાં મન મૂકીને ખર્ચો કરે છે.
દેવાના ડુંગરમાં ફસાયું છે કંગાળ પાકિસ્તાન :
PM ઈમરાન ખાન સમગ્ર દેશમાં વધતી જતી મોંઘવારી તથા બેરોજગારીને અટકાવવામાં નિષ્ફળ ગયાં છે. ખુબ મોટા પ્રમાણમાં વિદેશોમાંથી દેવું લઈને ઈમરાન પાકિસ્તાનની જનતાને દેવાના જાળમાં ફસાવી રહ્યાં છે. કેટલાક દિવસ અગાઉ એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ દેવાના ડુંગર તળે દબાયેલ પાકિસ્તાનના તમામ નાગરિક ઉપર 1,75,000 રૂપિયાનું દેવું છે.
જેમાં ઈમરાન ખાનની સરકારને 54,901 રૂપિયાનું યોગદાન આપ્યું છે. બેરોજગારી તથા મોંઘવારીથી જનતાને રાહત આપવા માટે ઈમરાન કડક પગલા ઉપાડવામાં નિષ્ફળ રહ્યાં છે. આવો જોઈએ પૈસાનો વરસાદનો વિડીયો…
An hour of currency notes rain at the wedding ceremony in #Narowal, city of #Pakistan. The bridegroom’s brother & relatives climbed on the roof of the shop & showered 2 million notes. Thousands of rupees were looted by childrens from wedding party. @LandofPakistan @ShowbizAndNews pic.twitter.com/XDJLK2PYCZ
— ADNAN HAMEED (@AHQ600) March 14, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle