કોરોનાના કેસ વધતા સુરતમાં ટ્યુશન ક્લાસ અને શાળા-કોલેજોને લઈને લેવાયો મોટો નિર્યણ- જાણો જલ્દી

હાલમાં સમગ્ર ગુજરાતમાં ફરી એક વખત કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે સુરતમાં કોરોનાએ સ્પીડ પકડી છે. સૌથી વધુ સુરતમાં (Surat) કોરોનાના કેસ આવી રહ્યા છે. એક વર્ષ પહેલા જેટલો ડર કોરોનાનો ન હતો એટલો ડર હાલમાં છે. ચુંટણી બાદ સુરતમાં કોરોના નો કાળો કહેર જોવા મળી રહે છે. સુરતમાં શાળા-કૉલેજો હમણાંથી ચાલુ કરવામાં આવી હતી ત્યાં જ કોરોનાએ કહેર મચાવવાની શરૂઆત કરી.

ગઈકાલના રોજ સુરતમાં 240 કેસો પોઝિટિવ આવાની સાથે કેસોની સંખ્યા 42716 થઇ છે. જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 853 થયો છે. સુરત શહેરમાં સૌથી વધુ પોઝિટિવ કેસો અઠવા વિસ્તારમાં 65 નોંધાયા છે, તેવી જ રીતે સુરત જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા 11280 થઇ છે. એક તરફ કેસો વધી રહયા છે, ત્યારે બીજી તરફ રસી મુકવાની કામગીરી પણ ઝડપી બનાવવામાં આવી છે, ત્યારે સ્કૂલ – કોલેજો સહિતની સંસ્થાઓમાં કોરોનનું સંક્રમણ વધી રહ્યું છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અને સુરતમાં તમામ ઓફલાઈન શાળા-કોલેજ અને ટ્યુશન ક્લાસ બંધ કરી દેવામાં આવ્યા છે.

ફક્ત પરીક્ષા ગાઇડ લાઇન અનુસાર ઓફલાઇન લેવામાં આવશે. સુરત પોલીસ કમિશ્નર બંછાનિધી પાની દ્વારા સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને આદેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટીટીંગ ફરજિયાત કરાયું છે.

સુરતમાં હાલ સુધી કુલ 178 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે. સુરતમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાને કારણે કન્ટેનમેન્ટ ક્લસ્ટરની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં વધારો થયો છે. હાલ શહેરમાં 1250 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન છે.

અત્રે ઉલેખનીય છે કે, માસ્ક સહિતની કાર્યવાહી પણ કરવામાં આવશે. જો કોઇએ માસ્ક નહી પહેર્યો હોય તો 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતનાં તમામ નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવશે. જો કોઇ પણ પ્રકારની ચુક થાય તો તુરંત જ તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેનો આદેશ પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *