હાલમાં તેઓ 12 જેટલી પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે. કેનેડા, અમેરિકા સહિત 7 જેટલા દેશોમાં પોતાની પ્રોડક્ટની સપ્લાઈ કરી રહ્યા છે. તેનાથી દર મહિને અંદાજે 10 લાખ રૂપિયાની તેમને કમાણી થઈ રહી છે. 42 વર્ષીય વિદ્યા જણાવે છે કે, ક્યારેય બિઝનેસ કરવા અંગે વિચાર્યુ ન હતું.
પોતાની નોર્મલ લાઈફ ચાલી રહી હતી પણ મારી દીકરી ઘણીવખત પોતાના વાળમાં ડેન્ડ્રફને લીધે ખુબ પરેશાન રહેતી હતી. શાળામાં પણ તેના મિત્રો એને ટોકતા રહેતા હતા. આની માટે અમે અનેક ઓઈલ તેમજ શેમ્પૂ બદલ્યા પરંતુ કંઈ ખાસ ફાયદો થયો નહી.
માતાના ઘરેલુ નુસખાથીઆવ્યો વિચાર :
વિદ્યા જણાવે છે કે, આ સમસ્યાને લઈ મેં મારી માતા સાથે વાત કરી હતીં. મને લાગતું હતું કે, તેમની પાસે કોઈ ઘરેલુ ઉપાય હશે. આથી વિચાર્યું હતું કે, એકવખત તેમનો મત પણ લઈ લઉં. વિદ્યાની માતાએ તેને એક પારંપરિક રીત બતાવી હતી. ત્યારબાદ વિદ્યાએ નારિયેળનું દૂધ, એલોવેરા, આંબળા, ગુડહલ મેળવીને એક ઓઈલ તૈયાર કર્યુ હતું. તેને તૈયાર કરવામાં 3 કલાકનો સમય લાગ્યો હતો.
તેઓ જણાવતા કહે છે કે, ત્યારે મને વધુ આશા તો આ રીતમાં પણ ન હતી પરંતુ જ્યારે મેં તેને પુત્રીના વાળમાં લગાવ્યું તો થોડા જ દિવસોમાં તેના ડેન્ડ્રફ સાફ થઈ ગયા હતા. મારા માટે આ બધું ખુબ આશ્ચર્યજનક હતું. જે સમસ્યાથી હું તથા મારી પુત્રી વર્ષો સુધી પરેશાન રહ્યા તેમાંથી આમ આસાનીથી છૂટકારો મળી ગયો એ ખુબ મોટી વાત હતી.
પુત્રીની સ્કૂલના શિક્ષક તથા મિત્ર પણ ડિમાંડ કરવા લાગ્યા :
વિદ્યાની દીકરી જ્યારે શાળાએ ગઈ તો તેના વાળને ડેન્ડ્રફ વગર જોઇને ટીચર્સ તથા મિત્રો પણ તેનું રહસ્ય પૂછવા લાગ્યા. ત્યારબાદ ગાયત્રીએ તેમને જણાવ્યું હતું કે, મારી માતાએ એક ઓઈલ તૈયાર કર્યુ છે કે, જેને લગાવ્યા બાદ મારા ડેન્ડ્રફ તદ્દન સાફ થઈ ગયા. ત્યારબાદ એ લોકો પણ એ ઓઈલની માગ કરવા લાગ્યા.
વિદ્યાએ તેમના માટે પણ ઓઈલ તૈયાર કર્યુ. તેની સાથે અનેક સંબંધીઓને પણ તેમણે ઓઈલ મોકલ્યું હતું. જેમણે પણ એ ઓઈલનો ઉપયોગ કર્યો હતો, તેમને ખુબ લાભ થયો તેમજ તેઓ મારી પાસે ફરી ફરીને ડિમાંડ કરવા લાગ્યા. આ જોઈને મારા પડોશમાં રહેતી એક મહિલાએ મને તેનું સ્ટાર્ટ અપ શરૂ કરવા માટે આઈડિયા આપ્યો હતો.
જો કે, હું એના માટે તૈયાર ન હતી. મને લાગતું હતું કે ખબર નહીં બિઝનેસ ચાલશે કે કેમ? વિદ્યાએ મિત્રોની સલાહ લઈને ઓઈલ તૈયાર કરીને સંબંધીઓને મોકલવાનું શરૂ કર્યુ. ત્યારબાદ તેઓ લોકલ બજારમાં પણ પોતાની પ્રોડક્ટ સપ્લાઈ કરવા લાગ્યા.
તેઓ જણાવતા કહે છે કે, જ્યારે ધીરે-ધીરે મારી પ્રોડક્ટની માંગ વધવા લાગી તો મને હિંમત મળી તેમજ એવું લાગ્યુ કે, હવે તેને બિઝનેસનું સ્વરૂપ આપી શકાય તેમ છે. ત્યારબાદ મેં વર્ષ 2018માં બેંકમાંથી લોન લઈને મોટા લેવલ પર કામની શરૂઆત કરી.
સોશિયલ મીડિયાથી શરૂઆત, હવે ખુદનું ઈ-કોમર્સ પોર્ટલ :
વિદ્યા જણાવતા કહે છે કે, પહેલા હું સોશિયલ મીડિયાથી માર્કેટિંગ કરતી હતી. પોતાની પ્રોડક્ટનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હતી, જેને જોઈ લોકો ઓર્ડર કરતા હતા. હવે તેમણે પોતાનું પોર્ટલ બનાવી લીધું છે. જેના પર તેમની પ્રોડક્ટ્સ તથા તેનું ડિસ્ક્રિપ્શન મોજુદ છે.
આની સાથે જ તેમણે એમેઝોન તથા અન્ય પ્લેટફોર્મ સાથે પણ ટાઈઅપ કર્યુ છે. દર મહિને 500થી વધારે ઓર્ડર તેમની પાસે આવે છે. ભારતના મુખ્ય રાજ્યોમાં તેમજ હવે તો વિદેશમાં પણ પોતાની પ્રોડક્ટની સપ્લાઈ થઈ રહી છે. વિદ્યા હેર ઓઈલની સાથે જ સાબુ તથા શેમ્પૂ પણ તૈયાર કરી રહી છે.
કઈ રીતે તૈયાર કરે છે પ્રોડક્ટ ?
વિદ્યા આયુર્વેદિક પદ્ધતિથી પોતાની પ્રોડક્ટ તૈયાર કરે છે. આની માટે તેણે ક્યાંયથી પણ તાલીમ લીધી નથી પરંતુ કામ કરતા શીખ્યા છે. હજુ પણ તેઓ રેગ્યુલર ઓનલાઈન માહિતી મેળવે છે. વિદ્યાની ટીમ મેમ્બર્સ લોકલ વેન્ડર્સ ખેડૂતો પાસેથી તેમની પ્રોડક્ટની ખરીદી કરે છે.
ત્યારપછી તેમને સાફ કરીને તડકામાં સૂકવે છે. ત્યારબાદ ટુકડામાં કાપી લે છે તેમજ તેના પાન તથા ડાળીઓને અલગ કરી નાંખે છે. તેના બાદ તેને ગેસ પર સારી રીતે ઉકાળે છે અને મશીનની મદદથી તેલ તથા બાકીની પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle