ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક ચોરીની ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ તથા ગ્વાલિયરના મહારાજ જ્યોતિરાદિત્ય સિંધિયાના જય વિલાસ પેલેસમાં ચોરી થઈ છે.
જો કે, રાજ્યના સૌથી સુરક્ષિત માનવામાં આવતા જય વિલાસ પેલેસમાં થયેલ આ ચોરીની ઘટનાથી પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે ત્યારે હવે મોડે-મોડે પોલીસ સ્નિફર ડોગની મદદથી ચોરને પકડવાનાં પ્રયત્નો કરી રહી છે.
સિંધિયા રાજવંશના જય વિલાસ પેલેસ પરિસરમાં થયેલ ચોરીને લઈ ગ્વાલિયરના પોલીસ અધિકારી રત્નેશ તોમરે જણાવ્યું હતું કે, બુધવારની સવારે રાનીમહલથી બતાવવામાં આવ્યુ હતું કે, છતના રસ્તે થઈને ચોર મહેલના એક રૂમમાં ઘૂસ્યા હતા. સૂચના મળતાની સાથે જ પોલીસ અધિકારી તથા પોલીસ ફોર્સની સાથે સ્નિફર ડોગ અને ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળ પર મોકલી દેવામાં આવ્યા છે.
ફોરેન્સિક ટીમે સબૂત એકત્ર કર્યા :
પોલીસ તથા ફોરેન્સિક ટીમે ભાજપ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાના જય વિલાસ પેલેસમાં પહોચીને ચોરીને બદલે ફિંગરપ્રિન્ટ તથા જરૂરી પુરાવા એકત્ર કરી લીધા છે. જ્યારે મહેલમાં એક પંખો તથા કમ્પ્યુટરનું CPUની પણ ચોરી થઈ હોવાની વાત સામે આવી છે.
જય વિલાસ પેલેસ સમગ્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ ચર્ચિત છે. આ જ કારણ રહેલું છે કે, તેને જોવા માટે લોકો દેશ વિદેશમાંથી આવતા હોય છે. આ પેલેસને શ્રીમંત જયાજી રાવ સિંધિયાએ વર્ષ 1874માં બનાવ્યો હતો. જે અંદાજે 40 એકરમાં ફેલાયેલો છે.
જ્યારે તેની કિંમત 4,૦૦૦ કરોડ રૂપિયા છે. 400 રૂમ ધરાવતા આ પેલેસને વિદેશી કારીગરો દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેની દિવાલો પર સોના તથા ચાંદીથી કારીગરી કરવામાં આવેલ છે. જય વિલાસ પેલેસમાં કુલ 3,500 કિલોના 2 ઝૂમર પણ લગાવવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle