સમગ્ર રાજ્યમાં ફરી એકવાર કોરોનાની પરીસ્થિતિ ચિંતાજનક બનવાની ભીતિ જણાઈ આવતાં કોરોના કર્ફ્યૂ રાત્રે 9 વાગ્યાથી અમલી બનાવવામાં આવ્યો છે. શુક્રવારથી દરરોજ રાત્રે 9 વાગ્યાથી લઈને કર્ફ્યૂની ઉપરાંત માસ્ક તથા લોકડાઉન સહિતના નિયમોની કડક અમલવારી કરાવવા સક્રિય બની છે.
વિતેલા 24 કલાક દરમિયાન રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાં કોરોનાના 298 દર્દી નોંધાયાં હતાં. જ્યારે, પોલીસે 24 કલાકમાં કુલ 822 લોકોની વિરુદ્ધ માસ્ક નિયમ ભંગ, લોકડાઉન ભંગ તથા જાહેરનામા ભંગ બદલ ગુના નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાત્રી કરફ્યૂનો સમય લંબાવાયો :
કોરોનાને અંકુશમાં લાવવા માટે રાત્રે 10 વાગ્યાથી લઈને કર્ફ્યૂ અમલમાં મુકાઈ ગયો હતો. જેમાં 1 કલાકનો વધારો કરીને રાત્રે 9 વાગ્યાથી લઈને કોરોના કર્ફ્યૂના આદેશ આપવામાં આવ્યાં છે. કોરોના કર્ફ્યૂનો અમલ કરાવવા માટે શહેરના પોલીસ સ્ટેશનોને સૂચના આપી દેવામાં આવી છે.
પોલીસ સ્ટેશનોને કડક તાકીદ કરવામાં આવી છે કે, રાત્રે 9 વાગ્યા બાદ એકપણ દુકાન ખૂલ્લી ન રહેવી જોઈએ. આની માટે પોલીસ સ્ટેશનના PI, સર્વેલન્સ સ્કવોડ તથા પોલીસ સ્ટેશનની બધા વાનને રાતે 9 વાગ્યાથી લઈને 11 સુધી સઘન પેટ્રોલિંગ કરવાની સૂચના આપી દેવામાં આવી છે.
કોરોનાને અંકુશમાં લાવવા માટે પોલીસની સક્રિયતામાં વધારો કરવા માટેના આદેશ આપવામાં આવ્યાં છે. પોલીસે ફરી એકવાર સંપૂર્ણરૂપે સક્રિયતા દાખવીને માસ્ક, લોકડાઉન તથા કર્ફ્યૂ ભંગના કેસ નોંધવાના રહેશે તેવી તાકીદ કરવામાં આવી છે.
ચૂંટણીમાં બેફામ ભીડ તંત્રને દેખાતી ન હતી, હવે જનતાના ખીસ્સા ખંશેરશે :
તમામ પોલીસ સ્ટેશનને દરરોજ 50થી વધારે કેસ તથા દંડ વસૂલાતના કેસ કરવાના મૌખિક આદેશ આપ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે. પોલીસ સ્ટેશનના PI, PCR વાન, પેટ્રોલિંગ વાનની ઉપરાંત PSIA રોડ પર ઉભા રહીને માસ્ક, જાહેરમાં થૂંકવા, રાત્રી કર્ફ્યૂ ભંગ, લોકડાઉન ભંગ સહિત અનેકવિધ 5 કલમ હેઠળના ગુના નોંધવા તથા દંડ વસૂલવા માટેના આદેશ કર:વામાં આવ્યા છે.
તંત્ર દ્વારા દંડની કાર્યવાહી શરૂ :
કોરોનાના કેસમાં ઉછાળો આવતાંની સાથે જ પોલીસની સક્રિયતામાં વધારો થયો છે. વિતેલા સપ્તાહમાં શરૂઆતના પાંચ દિવસ વખતે શહેર પોલીસે 450 લોકો વિરુદ્ધ કેસ, માસ્ક દંડની કાર્યવાહી કરવામાં આવી હતી પણ 17 તથા 18ના રોજ તબક્કાવાર ઉછાળો જોવા મળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle