હાલમાં ગોંડલમાં 10 કિલો ગાંજાના જથ્થા સાથે સોયેબ તેલી નામના વેપારીને રૂરલ SOGની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી વેપારી ગાંજાના જથ્થાનું વેચાણ કરે તે પહેલા જ પોલીસ દ્વારા તેને દબોચી લેવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેનું કનેક્શન સુરતમાં ખુલ્યું છે.
રાજકોટ શહેરના નશીલા દ્રવ્યોના વેચાણ સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચના અનુસાર રૂલર SOGની ટીમ ગોંડલમાં પેટ્રોલિંગ પર હતી. આ દરમિયાન ગોંડલમાં રામદ્વાર પાસે શંકાસ્પદ હાલતમાં નીકળેલો સોયેબ અશરફ તેલીને અટકાવી તપાસ કરતા તેના કબ્જામાંથી 10 કિલો ગાંજાનો જથ્થો મળી આવતા તેને દબોચી લેવામાં આવ્યો હતો.
પકડાયેલા સોયેબને ગોંડલમાં કટલેરીની દુકાન છે અને ઝડપથી રૂપિયા કમાવવા માટે તેણે સુરતથી ગાંજાનો જથ્થો લાવી વેચાણ કરવાનું નક્કી કર્યુ હતું. પરંતુ વેચાણ કરે તે પહેલા જ તે પોલીસની નજરે ચડી ગયો છે. પકડાયેલા સોયેબનો ભાઇ પણ અગાઉ NDPSના ગુનામાં પકડાય ચૂકયો છે.
પકડાયેલા સોયેબને ગોંડલ પોલીસના હવાલે કરી ગુનો નોંધવા કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી 10 કિલો ગાંજો જેની કિંમત રૂપિયા 1,00,000 થાય તેમ હતી, જે કબ્જે કરી જથ્થો સુરતમાં કોની પાસેથી લાવી અહીંયા કોને વેચતો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle