આજે તમને જણાવી દઈએ કે, નાણાકીય વર્ષનો આ અંતિમ મહિનો છે તેમજ બેંક સહિત ફાઈનાન્શિયલ વિભાગ માટે આ મહિનો ખુબ ખાસ હોય છે. 31 માર્ચ સુધી બધી બેંકોએ પોતાના અકાઉન્ટ આ નાણાકીય વર્ષ માટે ક્લોઝ કરવાનું હોય છે. આ જ કારણ રહેલું છે કે, જો કોઈ બેંક સંબંધિત કામ હોય તો તેને ઝડપથી પતાવી લો. જો 26 માર્ચ સુધી તમે બેંકિંગ કામ નથી પતાવ્યુ તો એક સપ્તાહની લાંબી રાહ જોવી પડશે.
1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની થશે શરૂઆત :
31 માર્ચ એટલે કે બુધવારનાં રોજ વર્તમાન નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે. આ દિવસે બેંક ખુલ્લી રહેશે પણ એકાઉન્ટ બંધ થવાને લીધે બેંકમાં જાહેર વ્યવહાર કરવામાં આવશે નહીં. નવું નાણાકીય વર્ષ 2021-’22 1 એપ્રિલથી શરૂઆત થશે.
1 એપ્રિલને ગુરુવારનાં રોજ તેમજ માર્ચ કલોઝિંગની પ્રક્રિયા પૂર્ણ થવાને લીધે તેમજ નવી પ્રક્રિયાની શરૂઆત થવાથી બેંકમાં જાહેર વ્યવહાર કરવામાં આવતા નથી. એનો અર્થ એ છે કે, 2 દિવસ એટલે કે, 31 માર્ચ તથા 1 એપ્રિલના રોજ, સામાન્ય લોકો માટે બેંક બંધ માનવામાં આવે છે. બેંક સરકારની સાથે લેવડ-દેવડનું કામ કરે છે તથા પોતાનું ખાતુ બંધ કરે છે.
બેંક હોલિડે યાદી:
27 માર્ચ મહિનાનો બીજો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે.
28 માર્ચે રવિવાર
29 માર્ચે હોળીને લીધે બેંક બંધ રહેશે.
30 માર્ચે પટનાના બેંક બંધ રહેશે, જોકે અન્ય શહેરમાં બેંક ખુલી રહેશે.
31 માર્ચે નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાને લીધે પબ્લિક ડીલીંગ થશે નહીં.
1 એપ્રિલે નવા નાણાકીય વર્ષનો પ્રથમ દિવસ હોવાંથી અકાઉન્ટ ક્લોઝિંગમાં વ્યસ્ત રહેશે.
2 એપ્રિલે ગુડ ફ્રાઈડેને લીધે બેંક બંધ રહેશે.
4 એપ્રિલે રવિવારને લીધે બેંક બંધ રહેશે.
5 એપ્રિલે બેંક સામાન્ય કામકાજ માટે શરૂ થઈ જશે. 2 એપ્રિલે ગુડ ફ્રાઈડેને લીધે શુક્રવારે બેંક બંધ રહેશે. 3 એપ્રિલે પહેલો શનિવાર હોવાને લીધે બેંક ખુલી રહેશે પણ 4 એપ્રિલનાં રોજ રવિવાર હોવાંથી બેંક બંધ રહેશે. સોમવારથી રાબેતા મુજબ કામકાજની શરૂઆત થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle