હાલમાં દુષ્કર્મના વધતા કેસો દરમિયાન ફરી પાટણમાંથી સામૂહિક દુષ્કર્મનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં કિશોરીને ગામની એક શાળાના ઓરડામાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એટલું જ નહીં આ સમયે નરાધમોએ તેનો વીડિયો પણ બનાવી દીધો હતો.
આ ઉપરાંત, તે વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી કિશોરીને તાબે કરવા માગતા હતા. પરંતુ કિશોરી તાબે ન થતાં તેમણે વીડિયો વાઈરલ કરી દીધો હતો. આ મામલે કિશોરી દ્વારા 3 આરોપી સામે સાંતલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પાટણના સાંતલપુર તાલુકાની પ્રાથમિક શાળામાં સામુહિક દુષ્કર્મની ઘટના બનતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમાં જાણવા મળ્યું છે કે, ત્રણ નરાધમ ઈસમોએ એક મહિના પહેલા કિશોરીને છરીની અણીએ ગામમાં આવેલ એક શાળાના ઓરડામાં સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. અને દુષ્કર્મીઓ દ્વારા કિશોરીનો અશ્લીલ વીડિયો ઉતારી વારંવાર બદનામ કરવાની ધમકી આપવામાં આવતી હતી.
દુષ્કર્મની ઘટના બાદ સમાજમાં આબરૂ જવાની બીકે કિશોરી ચૂપ રહી હતી. બાદમાં નરાધમો દ્વારા કિશોરીને ફરી બોલાવી હતી અને તેની વાત યુવતીએ ન માનતા દુષ્કર્મીઓએ તેનો અશ્લીલ વીડિયો વાયરલ કરી દીધો હતો. આ વીડિયો કિશોરીની જ્યાં સગાઈ થઈ હતી તેના સંબંધીની નજરે ચડી ગયો હતો. ત્યારબાદ તેઓએ કિશોરીના ભાઈને આ વીડિયો દેખાડ્યો હતો. ભાઈએ આ અંગે બહેનને જાણ કરતાં તેણે પોતાની આપવીતી વર્ણવી હતી. ત્યારબાદ આ અંગે સાંતલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આરોપીઓનાં નામ:
શક્તિસિંહ બાબુજી જાડેજા
જગતસિંહ જાડેજા
મિતાઝખાન દિલાવરખાન સિપાઇ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle