કોરોનાકાળમાં સૌરાષ્ટ્રના આ ભામાશાએ ફરી એકવાર દેશના જવાનો માટે 1 કરોડ રૂપિયા કર્યાં ન્યોછાવર

દેશના જવાનો માટે કેટલાંક મહાનુભાવો લાખ-કરોડો રૂપિયાનું દાન કરતાં હોય છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. ભાવનગર શહેરમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર પરિવાર વતી દેશની સુરક્ષા અર્થે નેશનલ ડીફેન્સ ફંડમાં આજે ફરી એકવાર 1 કરોડનું અનુદાન અપાયું છે.

બેંકના નિવૃત ક્લાર્ક જનાર્દનભાઈ ભટ્ટ તેમજ તેમના પત્ની પદ્માબેન દ્વારા રૂપિયા 1 કરોડનો ચેક એડિશનલ DIG હસમુખ પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. 1 કરોડનું અનુદાન કરનાર જનાર્દનભાઈ ભટ્ટ એ સૈનિકોની સુરક્ષા તથા દેશની સંરક્ષણ શક્તિ વધારે મજબુત બને તે માટે આ દાન કર્યું છે.

રાષ્ટ્રપ્રેમ-રાષ્ટ્રભાવના એ લોહીમાં સાથે મળેલી શક્તિ છે. આ પ્રેમ–ભાવના તેમજ ભક્તિ ક્યારે જતાવવી તેનો કોઈ યોગ્ય સમય હોતો નથી ત્યારે ભાવનગરના એક 84 વર્ષીય નિવૃત બેંક ક્લાર્કે એવુ કામ કર્યું છે કે, જે યુવાનોને પણ શરમાવે. જનાર્દનભાઈ બાળપણથી જ RSS સાથે સંકળાયેલા હતા.

આની સાથે જ રાષ્ટ્ર માટે કંઈક કરી બતાવવાની ભાવના પહેલાંથી જ તેમના મનમાં હતા. આવા દિલેર રાષ્ટ્રપ્રેમી વ્યક્તિએ પોતાની મૂડીમાંથી પહેલાં પણ 1 કરોડની રકમ નેશનલ ડિફેન્સ ફંડને આપી હતી ત્યારે આજે ફરી એકવાર 1 કરોડ રૂપિયાનો ચેક આપીને રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કર્યું છે.

મૂડીનું યોગ્ય સમયે યોગ્ય ઈન્વેસ્ટમેન્ટ : 
પોતાની યુવાનીમાં બેંકમાં ક્લાર્ક તરીકેની નોકરીની સાથે જ જર્નાદનભાઈએ કર્મચારી યુનિયનનું નેતૃત્વ પણ કર્યું હતું. આની સાથે જ પોતાની મૂડીનું યોગ્ય સમયે યોગ્ય ઈન્વેસ્ટમેન્ટ પણ કરતા ગયા હતાં. આ ઈન્વેસ્ટમેન્ટ તેમના નિવૃત્તિ પછી એક વટવૃક્ષ બનીને ઉભરી આવ્યું હતું.

તેમણે જે-તે સમયે શેરમાં કરેલું રોકાણ હાલમાં કરોડોની કિંમતમાં પહોચી ગયું છે. જેને લઇ તેઓ પોતાની મૂડીને રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરવા માટે ખર્ચ કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં તેઓ 4.50 કરોડ કરતા વધારે રકમનું અનુદાન કરી ચૂક્યા છે ત્યાર આજે વધુ 1 કરોડનું અનુદાન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *