JEEમાં દીકરી કાવ્યાએ રચ્યો ઈતિહાસ, 300 માંથી 300 અંક હાંસલ કરનાર પ્રથમ મહિલા બની- જાણો વિગતવાર

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA એ બુધવારની મોડી રાત્રે સંયુક્ત પ્રવેશ પરીક્ષા એટલે કે, JEE મેનના માર્ચ સત્રના પરિણામની ઘોષણા કરી હતી. પરીક્ષામાં રજીસ્ટ્રેશન કરેલ 6,19,368 પરીક્ષાર્થીઓમાંથી 13 વિદ્યાર્થીઓએ 100 પર્સેંટાઇલ પ્રાપ્ત કર્યા છે.

દિલ્હીની કાવ્યા ચોપરાએ એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષામાં 300માંથી 300 અંક મેળવીને ઇતિહાસ રચ્યો છે. JEE મેનમાં 100 પર્સેંટાઇલ મેળવનાર સૌપ્રથમ મહિલા બની છે. કાવ્યા જણાવતાં કહે છે કે, JEE mainના ફેબ્રુઆરી સત્રમાં મેં 99.97% પ્રાપ્ત કર્યાં હતા.

મારો લક્ષ્ય 99.98% સ્કોર કરવાનો હતો. આ જ કારણ રહેલું છે કે, JEE mainના માર્ચ સત્રમાં પરીક્ષા આપવાનો નિર્ણય લીધો હતો. અગાઉ અટેમ્પ્ટમાં મે મારુ વધારે ધ્યાન ફિઝિક્સ તથા કેમેસ્ટ્રીના વિષય પર કેન્દ્રિત કર્યું હતું. તેમ છતાં મારા કેમેસ્ટ્રીમાં ખુબ ઓછા માર્ક આવ્યા હતાં.

મે ધ્યાન દોર્યું હતું કે, કયા વિષય અથવા તો કયા પ્રશ્નમાં ભૂલ કરી. ત્યારબાદ આ 15 દિવસના અંતરમાં મે પોતાનું સંપૂર્ણ ધ્યાન કેમેસ્ટ્રીના વિષય પર લગાવ્યું તથા કમજોર ટોપિક્સનો અભ્યાસ કર્યો હતો.

આઇઓક્યુ, આઇઓક્યુસી અને આઇઓક્યુએમ જેવા ત્રણ ઓલમ્પિયાડ કરી ચુકી છે ક્વોલિફાય :
આપને જણાવી દઈએ કે, કાવ્યાએ ધોરણ 10માં 97.6% માર્ક્સ મેળવ્યા હતા. કાવ્યા સતત ધોરણ 9થી રિજિયોનલ મેથ્સ ઓલમ્પિયાડ ક્વોલિફાય કરી રહી છે. ધોરણ 10માં ઇન્ડિયન જુનિયર સાયન્સ ઓલમ્પિયાડ ક્વોલિફાય કર્યા પછી હોમી જહાંગીર ભાભા સેન્ટર મુંબઈમાં આયોજિત થયેલ કેમ્પમાં પણ સામેલ થઇ હતી.

આની સાથે એણે ધોરણ 11માં નેશનલ સ્ટાન્ડર્ડ એક્ઝામિનેશન ઈન એસ્ટ્રોનોમી (NASE) ક્રેક કરી ચુકી છે. આની ઉપરાંત તેમણે આઇઓક્યુ, આઇઓક્યુસી અને આઇઓક્યુએમ પણ ક્વોલિફાય કરેલા છે. આ અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કર્યાનો ખુબ ગર્વ થઈ રહ્યો છે.

આ વિદ્યાર્થીઓએ પણ મેળવ્યા છે 100 પર્સેન્ટટાઈલ :
કાવ્યા ચોપડાની સિવાય પશ્ચિમ બંગાળમાં બ્રતિન મંડળ, તેલંગાનામાં બન્નૂરુ રોહિત કુમાર રેડ્ડી, મદુર આદર્શ રેડ્ડી અને જોયસુલા વેંકટ આદિત્ય, બિહારમાં કુમાર સત્યદ્રશી, તમિલનાડુમાં અશ્વિન અબ્રહામ, રાજસ્થાનમાં મૃદુલ અગ્રવાલ તથા જેનિથ મલ્હોત્રા પણ જેઈઈ મેઈનના માર્ચ સત્રમાં 100 પર્સેન્ટાઈલ હાંસલ કર્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *