આજ અમે આપની માટે એક એવી જાણકારી સામે લઈને આવ્યા છીએ કે, જેને જાણીને આપને ખુબ આશ્વર્ય થશે. આપને એવું પણ થશે કે, આ કેવી રીતે શક્ય છે! સામાન્ય રીતે જ્યારે પણ કોઇ વ્યક્તિ રડે છે ત્યારે તેને કમજોર માનવામાં આવતો હોય છે. આ જ કારણ છે કે, પુરુષો રડવાનુ વધારે પસંદ કરતા નથી પણ ક્યારેક રડી લેવુ જોઇએ.
વિજ્ઞાનમાં આ વાત સાબિત થઇ છે કે, પોતાની ભાવનાઓને ખુલીને વ્યક્ત કરવાથી અથવા તો હસવાથી રોવાથી કેટલાંક ફાયદા શરીરને થાય છે. જે રીતે ખુલીને હસવાથી ફેફસાની કસરત થાય છે તેમજ મસલ્સને રાહત અનુભવાય છે એ જ રીતે રોવાથી પણ કેટલાંક ફાયદા થાય છે.
3 પ્રકારના આંસુ હોય છે:
જ્યારે આંખમાં કચરો અથવા તો ધુમાડો ગયો હોય ત્યારે રિફ્લેક્સ આંસુ આવે છે. બેઝલ આંસુમાં અંદાજે 98% પાણી હોય છે તેમજ તે આંખોને લુબ્રિકેટ રાખે છે તથા ઇન્ફેક્શનથી રક્ષણ આપે છે. ભાવનાત્મક આંસુમાં સ્ટ્રોસ હોર્મોન્સ તથા ટોક્સિનની માત્રા વધુ હોય છે. મનુષ્ય જ એકમાત્ર એવી પ્રજાતિ છે કે, જે રડી શકે છે.
આરામનો અનુભવ :
જો તમારુ મન ખુબ ભારે થઇ ગયુ હોય ત્યારે તમે મન ભરીને રડી લો તો હળવાશ અનુભવાય છે. વર્ષ 2014માં થયેલ સંશોધન પ્રમાણે તમે કોઇ વાતથી હેરાન છો તેમજ કંઇ પણ સારુ નથી લાગી રહ્યુ તો રડી લેવાથી ખુબ સારુ લાગશે. રડી લીધા પછી તમે સાચો નિર્ણય લેવામાં સક્ષમ હો છો.
દર્દથી મળે છે આરામ:
જ્યારે તમે રડો છો ત્યારે બોડીમાં રહેલ ઓક્સીટોસીન તથા ઇંડોરફિર કેમિકલ્સ રિલીઝ થાય છે કે, જે તમારા મૂડને ખુબ સારુ બનાવે છે. આની સાથે-સાથે ફીઝીકલ તથા મેન્ટલ પેઇનને પણ ખુબ ઓછુ કરે છે.
ફીલ ગુડ કેમિકલને કરે છે રિલીઝ:
જ્યારે પણ તમે મન ભરીને રડી લો છો ત્યારે બોડીમાં રહેલ ઓક્સિટોક્સિન તથા ઇન્ડોર્ફિન જેવા કેમિકલ રિલીઝ થાય છે. આ ફીલ ગુડ કેમિકલ હોય છે કે, જેના રિલીઝ થવાથી તમને જાતે જ હળવાશનો અનુભવ થવા લાગે છે તેમજ થોડા સમયમાં મુડ બની જાય છે.
શરીરના ટોક્સિનને બહાર કાઢે:
જ્યારે કોઇ તણાવને લીધે માણસ રડે છે ત્યારે તેના શરીરમાં રહેલ ટોક્સિન ધીમે-ધીમે આંસુ સ્વરૂપે બહાર નીકળી જાય છે. આ આંસુ કેટલાક ગુડ હોર્મોન રિલીઝ કરે છે તેમજ જે શારીરિક તથા માનસિક હેલ્થ માટે ખુબ સારા હોય છે.
ઉંઘ ખુબ સારી આવે:
વર્ષ 2015ની સ્ટડીમાં એવુ સામે આવ્યું હતું કે, બાળક જ્યારે રડે છે તેના તુરંત પછી તેને ખુબ સારી ઉંઘ આવે છે. આવુ વયસ્ક માણસોની સાથે પણ થતું હોય છે. રડવાથી મગજ શાંત થઈ જાય છે તેમજ બેચેનીમાં પણ ઘટાડો થાય છે જેનાથી ઉંઘ ખુબ સારી આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.