પોલીસની આંખો ખુલ્લી- ડાકોરના ઠાકોરજીની પાલખી યાત્રા કાઢનાર સેવકો વિરુદ્ધ ગુનો દાખલ, નેતાની રેલી દેખાય તો સારું!

હાલમાં જયારે કોરોના મહામારીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે તહેવારોની ઉજવણી માટે સરકાર દ્વારા કેટલીક ગાઈડલાઈન્સનું પાલન કરવું આવશ્યક બન્યું છે. રાજ્યમાં કોરોના મહામારીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.  વેક્સીનમાં સફળતા મેળવ્યા બાદ સમગ્ર દેશમાં વેક્સીનેશન કામગીરી શરુ કરી દેવામાં આવી છે.

રાજ્યમાં પણ અત્યાર સુધીમાં કુલ 34,94,277 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને કુલ 6,09,464 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 41,03,741 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 2,14,172 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.

24 માર્ચના રોજ સુરતમાં 582 કેસ, અમદાવાદમાં 506 કેસ, વડોદરામાં 145 કેસ, રાજકોટમાં 130 કેસ, ભાવનગરમાં 27 કેસ, જામનગરમાં 22 કેસ, સુરેન્દ્રનગરમાં 8 કેસ નોંધાયા છે. આમ, કુલ 1790 કેસ સામે આવ્યા હતા. આની ઉપરાંત, આજના દિવસે અમદાવાદમાં 2, સુરતમાં 2, ગાંધીનગર, જામનગર અને રાજકોટ વડોદરામાં એક એક મોત થયું હતું.

આવા સમયમાં ડાકોરમાં આવેલ રણછોડરાયનાં મંદિરમાંથી આમલકી એકાદશીના દિવસે એટલે કે, ગઈકાલે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. આ રથયાત્રામાં સરકારની ગાઈડલાઈન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો.

આની સાથે સાથે જ સોશિયલ ડિસ્ટર્ન્સિંગનાં ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા હતાં. જેને કારણે મંદિરનાં 5 સેવકોની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સવારી નિજમંદિરથી નીકળીને લક્ષ્મીમંદિરે પહોંચી હતી. વાજતે-ગાજતે તેમજ ધામધૂમ પૂર્વક સવાર કાઢવામાં આવી હતી. જેમાં 5 સેવકોની વિરુદ્ધ ડાકોર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *