શેઠાણીને થયો ઘરના નોકર સાથે પ્રેમ અને પ્રેમમાં અડચણરૂપ બનતા પતિને એવો ધંધે લગાડ્યો કે…

હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ગેરકાયદેસર સંબંધોને લીધે પત્નીના પ્રેમી તથા તેમના સહયોગીની સાથે મળીને પતિની તલવાર તથા કુહાડી મારીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. ઘટના બાદ આરોપી પત્ની તેના રૂમમાં જઈને સુઈ ગઈ હતી.

આ ઘટનાનો પોલીસ દ્વારા ફક્ત 3 કલાકમાં જ ખુલાસો કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનામાં મૃતકની પત્ની, તેના પ્રેમી તથા સહયોગીની ધરપકડ કરવામાં આવી છે. આની સાથે જ 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે. આરોપીએ હત્યામાં ઉપયોગમાં લીધેલ સામાન પણ પોલીસ રિકવર કરવાનો પ્રયાસ કરી રહી છે.

SP વિનીત કુમાર બંસલ જણાવે છે કે, મળેલ બાતમી મુજબ પ્રેમનારાયણ મીણાની અજાણ્યા લોકો દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. ઘટનાસ્થળ પર પહોંચ્યા ત્યારે પ્રેમનારાયણનો લોહિલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની દીકરીએ પોતાની માતાના ચરિત્ર અંગે પિતાને ચિઠ્ઠી લખવામાં આવી હતી તે ચિઠ્ઠી પોલીસને મળી ગઈ છે.

જ્યારે એકબીજાની સાથે કડી જોડવામાં આવી તો સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. પોલીસ દ્વારા મૃતકની પત્ની રુકમણીબાઈ તથા નોકર જીતેન્દ્ર બૈરવા તેમજ તેના સાથી હંસરાજ ભીલની ધરપકડ કરી લેવામાં આવી છે. આ લોકો દ્વારા ગુનો કબુલ કરી લેવામાં આવ્યો છે.

હત્યા બાદ પત્ની રૂમમાં જઈને સુઈ ગઈ :
પોલીસના જણાવ્યા મુજબ ગુરુવારની મોડી રાત્રે જિતેન્દ્ર બૈરવા તથા હંસરાજ ભીલ હથિયાર લઈને પ્રેમનારાયણના મકાનની પાછળ આવ્યા હતા. અહીં પ્રેમનારાયણના પત્ની રુકમણીબાઈએ મકાનના પહેલાં માળ પર બનાવવામાં આવેલ રૂમની પાછળની બારીમાંથી દોરડું લટકાવીને જિતેન્દ્ર બૈરવા તથા હંસરાજને મકાનમાં એન્ટ્રી આપવામાં આવી હતી.

ત્યારબાદ રાત્રે 3 લોકોએ મળીને પ્રેમનારાયણના ચહેરા તથા ગળા ઉપર તલવાર તેમજ કુહાડીથી હુમલો કરીને તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા બાદ જિતેન્દ્ર તથા હંસરાજ ભાગી ગયા હતા. કોઈને શંકા થાય નહીં એની માટે મૃતકની પત્ની રુકમણીબાઈ ઘરમાં જ હાજર રહીને પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી.

દિકરા-દિકરીઓનો રૂમ બહારથી બંધ કરી દીધો, મુખ્ય દરવાજો ખોલી દીધો :
પ્રેમનારાયણ મકાનના આંગણામાં સુતો હતો. રાત્રે પત્નીએ દિકરી તથા દિકરાને તેમના રૂમમાં મોકલીને બહારથી દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. રાત્રે દિકરો ઉઠ્યો હતો પરંતુ દરવાજો બહારથી બંધ હોવાને લીધે પાછો સુઈ ગયો હતો. બીજી તરફ રાત્રે 1 વાગે પ્રેમનારાયણની હત્યા કર્યા બાદ રુકમણી પોતાના રૂમમાં જઈને ઉંઘી ગઈ હતી.

આ દરમિયાન મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી દેવામાં આવ્યો ન હતો. સવારમાં તેનો ભત્રીજો દરરોજની જેમ સવારમાં દુધ લઈને આવ્યો તો તેણે સામે પ્રેમનારાયણનો લોહીલુહાણ મૃતદેહ જોયો હતો. તેણે બુમાબુમ કરતા રુકમણી પણ ત્યાં આવી ગઈ હતી.

2 વર્ષથી કામ કરતો હતો યુવક, શેઠાણી સાથે હતા પ્રેમ સંબંધ, પતિ વચ્ચે આવ્યો તો રચ્યું હત્યાનું ષડયંત્ર :
આપને જણાવી દઈએ કે, પ્રેમ નારાણય શિક્ષક હતો. પતિ-પત્નીની વચ્ચે સંબંધો સારા ન હતા. પ્રેમનારાયણે ઘરેલુ કામ કરવાં માટે પરૌલિયામાં રહેતા જિતેન્દ્ર બૈરવાને 65,000 રૂપિયા વાર્ષિકમાં નોકર રાખવામાં આવ્યો હતો. તે છેલ્લા 2 વર્ષથી પ્રેમનારાયણના ઘરે કામ કરી રહ્યો હતો.

પ્રેમનારાયણની ગેરહાજરીમાં તેની પત્ની તથા જીતેન્દ્ર બૈરવાની વચ્ચે આડા સંબંધો બન્યા હતા. રુકમણી તથા જીતેન્દ્રની વચ્ચેના આડા સંબંધોમાં પ્રેમનારાયણ અડચણરૂપ બનતો હતો. જેથી બંનેએ ભેગા થઈને પ્રેમનારાયણની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું.

દીકરીની ચિઠ્ઠીએ હત્યારાઓ સુધી પહોંચાડ્યા :
DCP ઓમેન્દ્ર સિંહ શેખાવત જણાવે છે કે, મૃતકની 2 દીકરીઓ તથા એક દીકરો છે. મૃતકની મોટી દીકરીના લગ્ન લગભગ 1 વર્ષ અગાઉ થયા હતા. આની પહેલાં મોટી દીકરીએ તેના પિતાના નામે એક ચિઠ્ઠી લખી હતી. જેમાં લખ્યું હતું કે, તે મમ્મીને બદનામ કરવા માંગતી નથી. આ નોકરને અહીં રાખવો જોઈએ નહીં. આ ચિઠ્ઠી તેના બીજા બાળકને મળી ગઈ હતી.

તેણે આ ચિઠ્ઠી છુપાવી લીધી હતી. મૃતકના બાળકોએ શુક્રવારનાં રોજ આ ચિઠ્ઠી પોલીસને આપી દીધી હતી. આમ, પોલીસને ચિઠ્ઠીને આધારે સમગ્ર ઘટના સમજાઈ ગઈ હતી. તેમણે 3 કલાકમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ઘટના રાજસ્થાનના બારામાં આખાખેડી ગામમાં બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *