કાનપુરથી અમદાવાદ આવતી બસ ટ્રક સાથે ટકરાઈ પુલ પરથી નીચે ખાબકી: 17 લોકોના મોત અને 20થી વધુ ઘાયલ

ઉત્તરપ્રદેશના કાનપુરના સચેન્ડીમાં મંગળવારે એક મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં લગભગ 17 લોકોનાં મોત થયાં હોવાનું સામે આવી રહ્યું છે. તો 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત…

ઉત્તરપ્રદેશના કાનપુરના સચેન્ડીમાં મંગળવારે એક મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં લગભગ 17 લોકોનાં મોત થયાં હોવાનું સામે આવી રહ્યું છે. તો 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 16ની સ્થિતિ ગંભીર છે. તેમને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ પણ ઓછી પડી છે. ઈજાગ્રસ્તોને ટેમ્પોની મદદથી હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. હાલ અનેક લોકો દબાય ગયા માહિતી મળી રહી છે, જેને કાઢવાના પ્રયાસો શરુ કરાયા છે. દુર્ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે દુર્ઘટનાની તપાસના શરુ કરી દેવા માટે આદેશ આપી દીધા છે.

સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, જય અંબે ટ્રાવેલ્સની સ્લીપર બસ કાનપુરથી ગુજરાતમાં અમદાવાદ જઈ રહી હતી, જેમાં લગભગ 45 લોકો સવાર હતા. કાનપુરથી 10 કિલોમીટર દૂર જેવી બસ કિસનનગર પહોંચી ત્યારે પાછળથી એક DCMએ ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન બસ સામેથી આવી રહેલા ટેમ્પો વચ્ચે ફસાઈ ગઈ અને ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. ટેમ્પોમાં સવાર તમામ લોકોનાં મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. આ ઉપરાંત બસમાં સવાર કેટલાક લોકોનાં મોત નીપજ્યાં છે.

ઘટનાની જાણ થતા પોલીશ ત્યાં પહોચીને ઘાયલોને હોસ્પિટલ પહોચાડવા માટે ની પ્રક્રિયા હાથ ધરાય છે. એક લોડરમાં 7-7 મૃતદેહ રાખીને હેલટ હોસ્પિટલ લઈ જવાયામાં આવ્યા. આવા કરુણ દૃશ્યો જોઈને લોકો ડરી ગયા હતા. હેલટ હોસ્પિટલ દ્વારા અલર્ટ જાહેર કરાયું છે. ડોકટર્સ અને મેડિકલ સ્ટાફને ઘરેથી પરત બોલાવવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા જ બસ અને ટેમ્પોમાં સવાર યાત્રિકોના પરિવારના લોકો હેલટ હોસ્પિટલ પહોંચી ગયા છે. એક વૃદ્ધા પોતાના પુત્રની લાશ સ્ટ્રેચર પર જોઈને બેભાન થઈ ગયાં હતાં. વારંવાર વૃદ્ધા ડોકટરને પૂછતાં રહ્યાં કે, મારો પુત્ર ઠીક તો થઈ જશે ને. ડોકટરે કફન ઓઢાડ્યું તો વૃદ્ધા વારંવાર પુત્રના માથાને ચૂમતાં રહ્યાં. આ દૃશ્યો જોઈને ત્યાં હાજર દરેક લોકોની આંખ ભીની થઇ ગઈ હતી.

કાનપુરના સચેન્ડીમાં થયેલા માર્ગ અકસ્માતમાં CM યોગીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સંભવિત મદદ કરવાનું કહ્યું છે. મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *