એકસાથે સાત બાળકોને જન્મ આપશે આ મહિલા, સરકારે મહિલાના સ્વાસ્થ્ય માટે લીધો મોટો નિર્ણય

હાલમાં એક એવી ઘટના સામે આવી રહ છે કે, જેને જાણીને તમને ખુબ નવાઈ લાગશે. મહિલાના ગર્ભમાં એકસાથે 7 બાળકો જન્મ લેવાની રાહ જોઇ રહ્યા છે. એકસાથે 7 બાળકો ગર્ભમાં ઉછરી રહ્યા હોવાની બાબત ખુબ અસાધારણ છે. જેથી મહિલાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી એની સાર સંભાળ માટે આ દેશની સરકાર મહિલાને મોરકકો મોકલવાની તૈયારી કરી રહી છે.

માલીના આરોગ્ય ખાતાના જણાવ્યા પ્રમાણે આમ તો ઘર આંગણે સારવાર મળી શકતી હતી પણ આ વિશિષ્ટ પરીસ્થિતિમાં મહિલાને ખુબ સારી સારવારની જરુર હોવાને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક બે કે ત્રણ નહી પણ એકસાથે 7 બાળકોનો ગર્ભમાં ઉછેર થઇ રહયો હોવાની ઘટનાની ચર્ચા સમગ્ર શહેરમાં થઈ રહી છે.

આ મહિલા છેલ્લા 2 અઠવાડિયાથી પાટનગર બમાકોની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહી હતી. અસાધારણ ગર્ભાવસ્થાની પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરતા રહેવું ખુબ જરુરી બન્યું છે. સ્થાનિક મીડિયામાં 25 વર્ષીય મહિલાનું નામ જણાવવામાં આવ્યું નથી. આ મહિલાની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવી રહી છે.

જો કે, મહિલા એકસાથે 7 બાળકોને જન્મ આપશે એવા સંજોગોમાં પણ એમનું પાલનપોષણ કરવું તેના માટે ખુબ પડકારજનક સાબિત થશે. આ મહિલા પર આવનાર સંભવિત આફતમાં મદદ માટે અનેકવિધ લોકોએ ઓફર કરી છે. જો કે, એકસાથે આટલી વધુ સંખ્યામાં શિશુ ગર્ભમા ઉછરી રહ્યા હોય તેમજ પછી જન્મ આપ્યો હોય તેવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બની છે. આ ઘટના આફ્રિકાના ગરીબ દેશ માલી શહેરની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *