માત્ર 103 રૂપિયામાં મેળવો 2 બેડરૂમવાળું આલીશાન ઘર, જલ્દી કરો નહિતર ચુકી જશો આ ઓફરનો લાભ

Published on: 5:20 pm, Tue, 8 June 21

દરેક વ્યક્તિને પોતાના ઘરનું ઘર લેવાનું એક સપનું હોય છે. ઘણા વર્ષોથી પૈસાની બચત કર્યા બાદ લોકો ઘર ખરીદે છે. તમારી પાસે પણ મોકો છે સસ્તામાં મકાન ખરીદવાનો અને એ પણ ઘરનું. ચાલો જાણીએ કેવી રીતે ખરીદી શકશો… બહારના દેશમાં એક મકાન સાવ ઓછી કિંમતમાં મળી રહ્યું છે. લોકો તેમાં ખુબ જ રસ લઇ રહ્યા છે. કારણ કે તે ઘરને ઘણી રીતે અલગ અલગ રીતે બનાવી શકાય છે.

યુકેના વેલ્સમાં આવેલ એક મકાનની સંપત્તિ માત્ર 1 યુરો એટલે કે ભારતીય ચલણ મુજબ ફક્ત 103 રૂપિયામાં વેચાઇ રહી છે. જે મકાનમાં બે બેડરૂમ છે. વેલ્સ ઓનલાઇનમાં છપાયેલા સમાચાર મુજબ, આ સંપતિમાં એક બેડરૂમ ઉપર અને એક બેડરૂમ નીચે છે. જેમને કારણે ઘરનું ઈન્ટિરિયર આસાનીથી બદલી શકાય એમ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, જે વ્યક્તિ આ ઘર ખરીદશે, તેમના માટે આ ઘર ખુબ જ ફાયદાકારક સાબિત થશે. હાલમાં હરાજીમાં મુકવામાં આવેલું આ ઘર કેટલામાં વેચાશે એ તો હવે જોવાનું જ રહ્યું.

આ ઘરને વેચવા માટે Paul Fosh Auctionsએ પોતાના માથે એક જવાબદારી લીધી છે. આ ઘરના ઇન્ચાર્જ સીન રોપરે જણાવ્યું છે કે, ઘરની અંદર બે રૂમ છે પરંતુ તે નાના છે. જેમની સાથે મોટી છત પણ જોડાયેલી છે. આ ઘરની પર તમે ઘણું બધું ઇનોવેટ કરી શકો છો. ઘરના બે બેડરૂમ અલગ અલગ ફ્લોર પર છે. જેમને કારણે તમને સારી જગ્યા મળી શકે છે. હાલમા વેલ્સમાં બીજા અન્ય મકાનોના ભાવ ખુબ જ વધુ છે ત્યારે આ સસ્તી ઓફર ખુબ જ કામની છે.

જોઈએ તો આ મકાનમાં એક મોટી સમસ્યા છે જેમને ખરીદદારોથી છુપાવી રાખવામાં આવી નથી. એટલે કે તેમાં ના કોઈ રસોડું છે ના કોઈ બાથરૂમ. રસોડું તો બેડરૂમમાં બનાવી શકાય એમ છે પરંતુ સૌથી મોટી તકલીફ તો બાથરૂમની છે. તેમ છતાં પર ઘણા ખરા લોકો આ આ ઘરને ખરીદવામાં રસ દાખવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.