હાલ રાજ્ય સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા વધુમાં વધુ લોકોને વેક્સિન મૂકવા તંત્રને સૂચના આપવામાં આવી છે. જોકે રાજકોટમાં સમસ્ત સોની સમાજનો વેક્સીનેશન કેમ્પ સોની બજારમાં આવેલ કોઠારીયા નાકા પાસેની કિશોરસિંહજી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો.
જેમાં લોકો સ્વયંભૂ વેકસીન લેવા પહોંચ્યા હતા. તેની પાછળનું મુખ્ય કારણ હતું કોરોના રસી મુકાવનાર વ્યક્તિને આપવામાં આવતી ગિફ્ટ. કોરોનાની રસી મુકાવવા માટે સમસ્ત સોની સમાજની 700 મહિલાઓને સોનાની નાકની ચૂંક અને 631 પુરૂષોને હેન્ડ બ્લેન્ડર આપી પ્રોત્સાહિત કર્યા હતા.
સોની કામ સાથે જોડાયેલા મોટી સંખ્યામાં લોકોએ વેક્સીનેશન કેમ્પનો લાભ લીધો હતો. વેક્સીન મૂકાવનારને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવતા લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથે જ વધુમાં વધુ લોકો વેક્સીન મૂકાવીને સુરક્ષિત થાય તેવી લોકોને અપીલ કરવામાં આવી હતી.
રાજકોટ સોની સમાજના અગ્રણી અને ભાજપ સાથે જોડાયેલા અરવિંદભાઈ પાટડીયા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી સોની સમાજના લોકો માટે વેક્સીનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, આમાં 700 મહિલાઓ અને 631 પુરૂષોએ વેક્સીન મુકાવી હતી. એક સોનાની ચૂક અંદાજિત 200 રૂપિયામાં તૈયાર થઈ હતી. જેનો ખર્ચ 1.40 લાખ આસપાસ થયો હતો. આ ઉપરાંત એ પણ જાણવા મળ્યું છે કે, આ ખર્ચ સોની સમાજના અલગ અલગ દાતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.