હાલમાં એક ખુબ ચોંકાવનાર ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. લગ્નની એક ખુબ ચોંકાવનાર ઘટના હાલમાં સામે આવી છે. આની પહેલાં પણ આપણે કેટલીક એવી ઘટના જોઈ હશે છે કે, જેમાં વરરાજા અથવા તો વહુ છેતરાઈ ગયા હોય. કારણ કે, લગ્ન કર્યાં પહેલાં કેટલીક વાતો જાણવા ન મળતી હોય, જેથી બધું જ જાણી શકાયું ન હોય.
હાલમાં આવો જ એક દગાખોરીનો કેસ સામે આવ્યો છે. લગ્નની આ વિચિત્ર ઘટના સામે આવી છે કે, જેની હવે ચારેય બાજુ ચર્ચા થઈ રહી છે. એક યુવકે સાસરી પક્ષએ કિન્નરની સાથે લગ્ન કરાવ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે તેમજ હવે હાહાકાર મચાવ્યો છે.
આ ઘટનાનો શિકાર બનેલ યુવકે તેની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના જેની સાથે લગ્ન થયા છે તે છોકરી નહીં પણ કિન્નર છે આની પહેલાં તો બધા સાંભળીને દંગ રહી ગયા હતાં. આ વાત તેને લગ્નની પહેલી રાતે જ ખબર પડી ગઈ હતી. રાત્રે 12 વાગે તેના સસરાને ફોન કર્યો હતો.
અહીં નોંધનીય છે કે, વિનોદ જાટવની ઉંમર 23 વર્ષ છે. SP કાર્યાલયમાં ફરિયાદ દાખલ કરાવતી વખતે તેણે કહ્યું હતું હતું કે, લગ્નના બીજા જ દિવસે તેની પત્નીને લઈને હોસ્પિટલમાં ગયો ત્યારે મહિલા ડોક્ટરે એની તપાસ કરી ત્યારે ખબર પડી કે, એની પત્નીમાં મહિલા જેવાં કોઈ લક્ષણ જ નથી.
યુવકે તેના સાસરી પક્ષ તથા પત્ની મનીષા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને કાર્યવાહીની માંગણી કરી છે. યુવકની સાથે દગો થયો હોવાની ફરિયાદ કરીને તેની પત્નીને પણ પિયર મોકલી દેવામાં આવી હતી પણ સાસરીપક્ષવાળા મનીષાને તેની સાથે રાખવાનું દબાણ કરતા હતા.
યુવકે કહ્યું હતું કે, તેના સસરાએ તેના હાથ-પગ તોડી નાખવાની પણ ધમકી આપી હતી. જયારે પત્નીએ પણ પતિની સાથે ન રહેવાની ફરિયાદ નોંધાવી છે. આની ઉપરાંત ભરણપોષણની વાત કરીને પોતાની વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં યુવકે પણ ફરિયાદ દાખલ કરાવી છે.
પોલીસના જણાવ્યા મુજબ હાલમાં બંનેના આરોપ પાયાવિહોણા લાગે છે. કોઈ ચોક્કસ પુરાવા મળી આવ્યા નથી. હવે આ વાત ચારેય બાજુ ફેલાઈ ગઈ છે તેમજ લોકો પણ પોતાની રીતે કોમેન્ટ કરી રહ્યા છે. આ ઘટના મધ્યપ્રદેશના શિવપુરીમાંથી સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.