સુરતમાં ન મળ્યું વેન્ટીલેટર અને થયું મોત: PPE કીટ ન મળી તો પ્લાસ્ટીકમાં વીંટાળીને મૃતદેહ લારીમાં લઇ જવો પડ્યો

સમગ્ર રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. બીજી બાજુ સુરતમાં કોરોનાના સતત વધતા જતા કેસની વચ્ચે વેન્ટિલેટર, એમ્બ્યુલન્સ અને ઈન્જેકશનની ખુબ જ અછત સર્જાઈ છે. આવાં પ્રકારની પરિસ્થિતિ વચ્ચે આજે સુરત જિલ્લાના ઓલપાડ વિસ્તારમાં એક મહિલાનુ મોત થયા પછી એમ્બ્યુલન્સના પણ ફાંફા પડયા હતા. જેને કારણે મૃતદેહને હાથલારીમાં સ્મશાને લઈ જવાનો વારો આવ્યો હતો.

સુરત જિલ્લાના ઓલપાડના કિસ્સામાં માતાને શ્વાસની તકલીફ થતા પુત્ર શહેરમાં ફર્યો પણ વેન્ટિલેટર ન મળતા મોત થયું હતું જેને લઇ મૃતદેહને સ્મશાને લઇ જવા ગ્રામ પંચાયતમાંથી પુત્રને શબવાહિની ન આપવામાં આવતા લારીમાં માતાનો મૃતદેહ લઈ જવાની ફરજ પડી હતી.

મૃતક મહિલાનાના પુત્ર પરીમ શાહે જણાવ્યું હતું કે, માતા ભદ્રાબેન શાહને ગત રોજ શ્વાસની તકલીફ થઈ હતી જેથી આખા શહેરમાં વેન્ટિલેટર માટે રખડ્યો હતો જોકે વેન્ટિલેટર મળ્યું ન હતું તે દરમિયાન સાંજે 7 વાગ્યે માતાનું મોત નીપજ્યું હતું. 7 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી અંતિમવિધિ માટે રઝળપાટ કરી હતી.

માતાને શ્વાસની તકલીફ હોવાથી કોરોના પોઝિટિવ હોવાનું લાગી રહ્યું છે. જેથી લોકોની સેફ્ટી માટે રાત્રે જ અંતિમ સંસ્કાર કરવા ઈચ્છતા હતા જેને લઇ સ્મશાનનો સંપર્ક કર્યો હતો. પહેલાં તો સ્મશાનની ચાવી ન હોવાનું જણાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્મશાનના ઉપરી અધિકારીઓ સાથે વાત કરતા 3 કલાકે માત્ર સ્મશાનની ચાવી આપવામાં આવી હતી.

આ સાથે ગ્રામ પંચાયત પાસે શબવાહિની મેળવવા પ્રયાસ કર્યો હતો પણ તે પણ મળી ન હતી. અમે પરિવારજનોએ તમામ સેફ્ટીનું ધ્યાન રાખી માતાના મૃતદેહને પ્લાસ્ટિકથી કવર કરી લોકોની સેફ્ટીનું ધ્યાન રાખ્યું છે. જોકે તંત્રને કોઈ પડી ન હોય તેમ માનવતા મરી પરવારી છે. સ્મશાનની ચાવી અઢી કલાકે આપી છે. જેથી રાત્રે જ હાથ લારીમાં માતાના મૃતદેહને સ્મશાન સુધી લઈ જવો પડ્યો હતો.

અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસ પહેલા વડોદરા શહેરમાં આવેલ નાગરવાડા શાકમાર્કેટમાં 65 વર્ષીય વૃદ્ધાનું મોત થતા મૃતકની અંતિમ યાત્રા માટે અંતિમ વાહિનીની રાહ જોઇ જોઇને થાકેલા પરિવારજનો છેવટે લારીમાં અંતિમ યાત્રા કાઢવા મજબુર બન્યાં હતાં. નાગરવાડામાં શાક માર્કેટ નજીક રહેતા શાંતાબહેન નામના મહિલાનુ અન્ય બીમારીથી મોત થતાં સ્વજનોએ એમ્બ્યુલન્સને બોલાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *