હાલ મહામારીના કારણે સમગ્ર રાજ્ય સહિત આખો દેશ કોરોના સામે જુકી રહ્યો છે. દિવસેને દિવસે વધુમાં વધુ કેસ અને વધુમાં વધુ લોકોના મોત થઇ રહ્યા છે. લોકોનું જીવન ઠપ થઇ ચુક્યું છે અને સારવારની ભાગદોડમાં આમથી આમ દોડી રહ્યા છે. કોઈના પિતા દાખલ છે તો કોઈના માતા દાખલ છે. એકતરફ હોસ્પિટલોમાં બેડની સુવિધા માટે લોકો તડપી રહ્યા છે તો બીજીતરફ લોકો દવા અને ઇન્જેક્શન મેળવવા ભાગદોડ કરી રહ્યા છે. આવા મહામારીમાં લોકોની મદદે શંકરસિંહ વાઘેલા આવ્યા છે. તેમણે લોકોના હિત માટે તેમની કોલેઝોને કોવીડ સેન્ટરમાં પરિવર્તિત કરવાની જાહેરાત કરી છે.
શંકરસિંહ વાઘેલાએ FBમાં પોસ્ટ શેર કરીને જણાવતા કહ્યું છે કે, ‘ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બની છે ત્યારે આ લડાઇમાં આપણે સૌ સાથે છીએ અને એક નાગરિક તરીકે હું સરકારને મારા ટ્રસ્ટ અને ફાઉન્ડેશન દ્વારા ચાલતી બંને કોલેજો ને હોસ્પિટલ કે કોરંટાઈન સેન્ટરમાં પરિવર્તિત કરવા સોંપુ છું.’
શંકરસિંહ વાઘેલા જણાવતા કહે છે કે, હાલની કોરોનાની ભચંકર રીતે ખરાબ થતી પરિસ્થિતિમાં આક્ષેપ પ્રતિઆક્ષેપને અવકાશ હોવો જોઈએ નહી. સરકાર અને આરોગ્ય વિભાગ આ પરિસ્થિતિને પહોંચી વળવામાં તકલીફ અને કઠણાઈ અનુભવ કરી રહી હોય એવું લાગી રહ્યું છે.
અત્યારે ઇન્જેક્શન, ઓક્સીજન અને દર્દી માટેની પથારીઓને પ્રાથમિકતા આપવા જોઈએ. ગુજરાતભરમાં સરકાર યુદ્ધના ધોરણે દરેક તાલુકા મથકે પ્રાથમિક સારવાર કે બીજા કોઈ સરકારી દવાખાના હોય ત્યા રેમડીસીવીર ઈજેક્શન ઉપલબ્લ કરાવવા જોઈએ. શક્ય હોય તો ઓક્સીજન પણ ઉપલબ્ધ કરાવવું જોઈએ. જે રાજય સરકાર પફોચાડી શકે તેમ છે.
સાથે-સાથે વધુમાં કહેતા જણાવે છે કે, ‘આવા કપરા સમયે હું સરકારને મારા ટ્રસ્ટ અને ફાઉન્ડેશન દ્વારા ચાલતી સંસ્થાઓ કે જેમાં એક ગાંધીનગર થી પ કિમી દૂર છે અને બીજી ગાંધીનગર સેક્ટર-ર૮ માં છે આ બંને કોલેજ ને હોસ્પિટલ માં પરિવર્તિત કરવા તેમજ કોરન્ટાઈન સેન્ટર બનાવવા સરકારને જે ઉપયોગ કરવા ઠીક લાગે તેમાં મારો સહકાર છે. જે દદીઓ આર્ચિક રતે નબળા હશે, તેઓને દવા તેમજ અન્ય સારવારમાં ફાઉન્ડેશન દ્વારા યોગ્ય મદદ કરવામાં આવશે. આ કપરા સમયમાં માનવતાના આધારે આપની સમક્ષ દરખાસ્ત કરું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.