સુરત: નાનપુરામાં મેકઅપ મેને બેકારી અને આર્થિક સંકડામણથી કંટાળી ઝેરી દવા પી કરી આત્મહત્યા 

રાજ્યમાં અવાર-નવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે. સૂરતના નાનપુરા વિસ્તારમાં મેકઅપના કામકાજ સાથે જોડાયેલા પ્રદીપ અરવિદભાઈ દોષીએ આર્થિક મંદી અને માનસિક તણાવમાં ઝેરી દવા પી ને આત્મહત્યા કરી લીધી છે.

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે થોડા સમય પહેલા સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેના કારણે છેલ્લા સાત મહિનાથી બેકાર પ્રદીપ અરવિદભાઈ દોષી (ઉ.વ.30) એ આર્થિક મંદી અને માનસિક તણાવમાં ઝેરી દવા પીધા બાદ તેને સિવિલમાં દાખલ કરાયો હતો. રૂમમાં બંધ થઇ ઝેરી દવા પીનાર પ્રદીપે ચાર કલાક બાદ દરવાજો ખોલતાની સાથે જ પ્રદીપે કહ્યું કે, ‘મેં ઝેરી દવા પીધી છે પણ મારે જીવવું છે હોસ્પિટલ લઈ જાઉં.’ કહેતા બનેવી 108ની મદદથી સિવિલ લઈ આવ્યા હતાં.

રાજુભાઇ (મૃતકના બનેવી) એ જણાવ્યું હતું કે, પ્રદીપ (રહે ઇન્દ્રનીલ એપાર્ટમેન્ટ ભાટિયા સ્ટ્રીટ નાનપુરા) મેકઅપના કામકાજ સાથે જોડાયેલો હતો. જાન્યુઆરી 2020 મા જ લગ્નગ્રંથીથી જોડાયો હતો. જોકે ફેબ્રુઆરીમાં મહામારી બાદ લાગેલા લોકડાઉનમાં કામકાજના ઓર્ડર આવતા બંધ થઈ ગયા હતા. આવતી કાલે કામ મળશે એની આશામાં 7 મહિનાથી સુધી આર્થિક ભીંસ વચ્ચે જીવનના કપરા દિવસો કાઢતા પ્રદીપે આખરે હતાશ થઈ રવિવારની સવારે પોતાના જ ઘરના રૂમમાં અંદરથી દરવાજો બંધ કરી ઝેરી દવા પી લીધી હતી.

પ્રદિપના રૂમમાંથી દુર્ગંધ આવતા માતાએ દરવાજો ખટખટાવી ખોલવા અનેક વિનંતી કરી હતી. જોકે પ્રદીપે દરવાજો ન ખોલતાં મને (રાજુભાઇ) બોલાવવામાં આવ્યો હતો. ઘરમાં પ્રવેશ કરતા જ મેં પ્રદીપને દરવાજો ખોલવા જણાવ્યું હતું. તેણે દરવાજો ખોલી મને કહ્યું મેં ઝેરી દવા પી લીધી છે મારે જીવવું છે. મને હોસ્પિટલ લઈ જાઉં એટલે મેં તરત જ 108 ને ફોન કરી પ્રદીપને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતાં. પ્રદીપની પત્ની દોઢ મહિનાથી પિયરે ગઈ છે. એને આ બાબતની જાણ કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પ્રદીપ ખૂબ જ મહેનતુ અને ગુસ્સાવાળો પણ હતો. જોકે આખા પરિવારની જવાબદારી ઉપાડવાથી ભાગતો ન હતો. અઠવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *