ઘર કંકાસથી કંટાળીને અવાર-નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. ઘર કંકાસથી કંટાળીને પહેલા તો માતાએ ફૂલ જેવી દીકરીની હત્યા કરી અને ત્યાર બાદ પોતે પણ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. ઈસનપુર પોલીસે હત્યા અને દુષ્પ્રેરણાની અલગ અલગ બે ફરિયાદ નોંધી સાસરિયા પક્ષના 6 લોકોની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં આવેલ ઇસનપુર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે માતા અને દોઢ વર્ષની ફૂલ જેવી દીકરી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ઘર કંકાસથી કંટાળીને ફૂલ જેવી બાળકીની હત્યા કરી દીધી અને બાદમાં પોતે આપઘાત કરી મોતને વ્હાલું કર્યું હતું. પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી આવી તપાસ કરતા માતા નિમિષા સોલંકીએ દોઢ વર્ષની બાળકી મૈત્રીને ગળેફાંસો આપી હત્યા કરી દીધી અને બાદમાં માતા આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું.
અત્રે ઉલેખનીય છે કે, માતાનું આ પગલું ભરવા પાછળનું કારણ ઘર કંકાસ હતું. જેથી પરિણીતાના સાસરિયા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કરવાનો ગુનો નોંધી પોલીસે મૃતકના પતિ,સાસુ-સસરા સહિત 6 લોકોની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે, રાત્રે આ પરિવારમાં ઝઘડો થયો હતો અને બાદમાં રાત્રે બધા સુવા ગયા ત્યારે પરિણીતાએ પુત્રીની હત્યા કરી પોતે આપઘાત કર્યો હતો અને જેથી બે અલગ અલગ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
મૃતક નિમિષાનો પતિ જિતેન્દ્ર સોલંકી
પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે, મૃતક નિમિષાના લગ્નના 3 મહિના પછી સાસરિયાઓએ માનસિક શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર બાદ નિમિષા પોતાના પિયર આવી ગઈ હતી અને વર્ષ 2019ના ડિસેમ્બર મહિનામાં પરિણીતા નિમિષાએ સાસરિયા વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ 498 એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો. જેમાં સાસરિયાઓની ધરપકડ કરાઈ હતી. તે બાદ સાસરિયા દ્વારા પુત્રવધૂ નિમિષા સમજાવી ઘરે લાવ્યા હતા. પરંતુ સાસરિયા દ્વારા ત્રાસ આપતા અને તે રાત્રે ઝઘડો થયા બાદ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
મૃતક નિમિષા સોલંકીના ભાઈએ આક્ષેપ કર્યો છે કે, તેમની બહેન અને દોઢ વર્ષની ભાણીની જિતેન્દ્ર સોલંકીએ જ હત્યા કરી છે. મૃતકના અન્ય પરિવાજનોનો પણ આક્ષેપ છે કે, બાળકીનો જન્મ થતાં જ સાસરિયા ત્રાસ આપતા હતા. હાલ પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.