જુઓ કેવી રીતે ગુજરાતીઓ પોતાના જીવના જોખમે ઠેરઠેર કોરોનાગ્રસ્ત લોકોની કરી રહ્યા છે સેવા- આ તસ્વીરો જોઇને..

કોરોના દરરોજ હજારો લોકોને પોતાના શંક્જામાં લઇ રહ્યો છે અને વધુમાં વધુ લોકો કોરોનાને કારણે મરી રહ્યા છે. આપણે પણ થોડી ગંભીરતા દાખવવાની જરૂર છે કેમ કે, હાલમાં કોઈ પણ હોસ્પિટલોમાં બેડ ખાલી રહ્યા નથી. હોસ્પિટલની બહાર દર્દીઓની લાઈનો પણ એટલી લાગી છે કે, અમુક દર્દીઓતો હોસ્પિટલ પહોચે એ પહેલા જ મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં જે લોકોના ઘરે આખો પરિવાર કોરોના સંક્રમિત હોય અને તેમને હોમ આઈસોલેટ કરેલ હોય ત્યારે માનવતા દાખવીને કોરોનાગ્રસ્ત લોકોની સેવા કરવા ઘણા લોકો સામે આવ્યા છે.

અમદાવાદમાં કેટલાક લોકો દ્વારા શરૂ કરવામાં આવી ટીફીન સેવા:
અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે સતત વધી રહ્યું છે, જે એક ગંભીર બાબત કહી શકાય. ત્યારે આવા કપરા સંજોગોમાં અનેક લોકો અને સામાજિક કાર્યો કરતી સંસ્થાઓ પોતાના દ્વારા થઈ શકે એમ હોય એટલી સેવા કરી રહ્યા છે. અમદાવાદ સ્થિત મુન્નાભાઈ નામના વ્યક્તિએ કોરોનાની ઝપેટમાં આવેલ અને હોમ આઈસોલેટ કરેલા દર્દીઓને ઘરે જઈને બે ટાઇમ મફત જમવાનું આપી રહ્યા છે. જો કોઈ હોમ આઈસોલેટ થયેલ દર્દી મુન્નાભાઈનો કોન્ટેક્ટ કરે તો મુન્નાભાઈ તેમને પુરી-શાક, દાળ-ભાત અને મિઠાઈ સાથેનું ટિફિન ઉત્સાહમાં દર્દીઓ સુધી પહોંચાડે છે. અમદાવાદમાં આવેલ બોપલ, જજીસ બંગલો, બોડકદેવ, આંબલી, ઘુમા, થલતેજ સહિતના અનેક વિસ્તારોમાં મુન્નાભાઈ હોમ આઈસોલેટ થયેલ દર્દીઓને ઘર ઘર સુધી ટિફિન પહોંચાડી માનવ સેવા કરી રહ્યા છે. આવા કપરા સમયમાં પોતાનો જીવ જોખમમાં મુઈને પણ મુન્નાભાઈ માનવતાનો ધર્મ નિભાવી રહ્યા છે.

સુરતમાં દર્દીઓ માટે અને તેમના પરિવારજનો માટે શરૂ કરવામાં આવી સેવા:
સુરત શહેરમાં પણ કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં અમદાવાદ પછી સૌથી વધુ કેસ નોંધાતા હોય તો તે છે સુરત. સુરતની સિવિલ હોસ્પિટલમાં એક હજાર કરતા પણ વધારે દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સારવાર લઇ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને ખુબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે જલારામ ધામ અને અન્નપૂર્ણા અન્નક્ષેત્ર લોકોની સેવા કરવા માટે બહાર આવ્યા છે. તેઓ સવારે દર્દીઓ માટે કેળા અને જ્યુસની સુવિધા કરી આપે છે. જ્યારે દર્દીના પરિવારજનો માટે ચા-નાસ્તો, છાશ અને પાણીની પણ સુવિધા કરી આપે છે. બીજી ઘણી બધી અન્ય સામાજિક સંસ્થાઓ લોકોની મદદે આવી છે જે એક માનવ સેવાનું અનોખુ ઉદાહરણ પૂરું પડે છે.

પંચમહાલના ગોધરામાં શરૂ કરવામાં આવી ટીફીન સેવા:
કોરોનાના આ કપરા સમયમાં પણ લોકો એક બીજાની મદદ કરે એજ માનવધર્મ. આવી જ રીતે ગોધરામાં પણ સેવાભાવી લોકો આગળ આવ્યા છે.સેવાભાવી એવા વિવેક શાહ દ્વારા હોમ આઇસોલેટ થયેલા દર્દીઓને ટિફિન પહોચાડવામાં આવે છે.વિવેક શાહ લોકોને ઘરે ઘરે જઇ એક પણ પૈસો લીધા વગર ટિફિન આપે છે. વિવેક શાહ દ્વારા દરરોજ ૩૦ જેટલા આઇસોલેટ થયેલા દર્દીઓને પોતે આ ટીફીનની સેવા પૂરી પડે છે.આ કોરોના કાળ દરીમિયાન લોકોની  સેવા કરવી એજ સાચી સેવા ભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *