કાળમુખા કોરોનાએ આખા ભારત દેશને પોતાના ભરડામાં લીધા છે, દેશમાં મોટાભાગની હોસ્પિટલોમાં આજે બેડ માટે દર્દીઓ તરસી રહ્યા છે. આજે મોટાભાગના ઘરોમાં કોરોના ઘર કરી ગયો છે. કોઈના પિતા તો કોઈના માતા આજે એક એક શ્વાસ માટે લડી રહ્યા છે. કોરોના લોકોને તો ઠીક કોરોના વોરીયર્સને પણ પોતાની ચપેટમાં લઇ રહ્યો છે.
કોરોનાવાયરસને ઘણા ડોકટરોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આજરોજ મુંબઈથી આવા જ એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈ ખાતે આવેલ સેવિરી ટીબી હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ હોવાના કારણે સારવાર લઇ રહેલ ડોક્ટરનું (manisha jadhav) મોત નીપજ્યું હતું.
સેવિરી ટીબી હોસ્પિટલના 51 વર્ષિય ચીફ મેડિકલ ઓફિસર ડો.મનીષા જાધવનું સોમવારે રાત્રે કોવિડ -19 થી અવસાન થયું હતું. સૌથી દુ: ખની વાત એ છે કે ફેસબુકને વિદાય આપ્યાના 36 કલાક પછી તેણે દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું.
રવિવારે તેણે ફેસબુક પર પોસ્ટ કર્યું કે, “એવું પણ બની શકે કે આ છેલ્લી ગુડ મોર્નિંગ હોય. હું તમને હવે આ પ્લેટફોર્મ પર ફરી વખત ન પણ મળી શકું. દરેક લોકો ધ્યાન રાખો. શરીર મૃત છે. આત્મા નથી. આત્મા અમર છે.” આ શબ્દો 36 કલાક પહેલા ફેસબુક ઉપર જ વિદાઈ લઇ ચુકેલ ડો.મનીષા જાધવના છે.
તમને જણાવી દઇએ કે, ડો.મનીષા જાધવ ટીબીની સારવારમાં નિષ્ણાંત હતા. અને સેવરી ટીબી હોસ્પિટલમાં જ પોતાની ફરજ બજાવી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.