કોરોના કેસોની સાથે સાથે ગુજરાતમાં ક્રાઈમનો આંકડો પણ વધી રહ્યો છે અને ખાસ કરીને સુરત શહેરમાં ક્રાઈમ કોરોના કેસની માફક વધી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સુરત શહેર ક્રાઈમ સીટી બનેલું છે. રાજ્યના સૌથી વધુ ક્રાઈમના બનાવ સુરત શહેરમાં બની રહ્યા છે. હાલ જ ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે.
રાત્રી કર્ફ્યું દરમિયાન સુરત શહેરમાં ફાયરિંગ થયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘણા સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં મોડી રાતે સર્જાઈ હતી. સુરત શહેરમાં ગુનેગારોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે, આ રીઠા ગુનેગારોને પોલીસનો કોઈ પણ ડર રહ્યો નથી. રાત્રી કર્ફ્યું દરમિયાન પોલીસ કડકપણે પેટ્રોલિંગ કરી રહી હોય છે તેવા સમય વચ્ચે પણ આવી ઘટના સર્જાય ત્યારે શહેરની જનતામાં ડર દેખાયો છે.
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ફાયરીંગ એક મહિલા ઉપર કરવામાં આવ્યું હતું અને આ મહિલાનો આબાદ રીતે બચાવ થયો હતો. ફાયરીંગ કરનારનું નામ પણ સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર રામુ ગોસ્વામી નામના ઇસમે અડધી રાતે એક મહિલા પર ખુલ્લેઆમ ફાયરીંગ કરી હતી. આ બનાવની તમામ હરકત CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હોવાથી લોકોને માલુમ પડ્યું છે કે, પોલીસનું આટલું બંધોબસ્ત હોવા છતાં શહેરમાં ખુલ્લેઆમ ફાયરીંગ થઇ રહી છે.
ગોડાદરા વિસ્તારમાં રાત્રી કર્ફયુ દરમયાન એક મહિલા પર રામુ ગોસ્વામી નામના ઇસમ દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ આ મહિલાની ઉંમર અંદાજે 32 વર્ષની છે. સાથે સાથે જ આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.