ગર્ભવતી પત્નીની મદદે આવેલી સાળી જીજાની દયાથી થઇ ગઈ પ્રેગ્નેટ- સાસરીયાને પટેલના આ કાંડની જાણ થતા…

અત્યાર સુધીમાં સાળી અને જીજાના અફેરની ઘણી ઘટનાઓ ઘણી સામે આવી છે અને જીજાને ઘરવાળી કરતા સાળીઓમાં જ વધારે રસ હોય છે, આવા ઘણા પ્રકારના…

અત્યાર સુધીમાં સાળી અને જીજાના અફેરની ઘણી ઘટનાઓ ઘણી સામે આવી છે અને જીજાને ઘરવાળી કરતા સાળીઓમાં જ વધારે રસ હોય છે, આવા ઘણા પ્રકારના રમુજી ફોટા તમે અવારનવાર સોસીયલ મીડિયામાં નિહાળતા હશો. આ તો એક રમુજ વાત હતી પંરતુ અહિયાં હકીકતમાં જ એક આ પ્રકારની ઘટના બની છે.

ગર્ભવતી મહિલાની સેવા માટે પિયર માંથી તેની બહેન આવી હતી એટલે કે સાળી તેના જીજાજીના ઘરે તેની ગર્ભવતી બહેનની મદદે આવી હતી. પરંતુ રંગીન મિજાજી જીજા અને સાળી વચ્ચે પ્રેમ બંધાઈ ગયો હતો અને સમય જતા આ જીજાજીએ સાળીને જ ગર્ભવતી કરી દીધી હતી. મળતી માહિતી અનુસાર જીજાજીને તેની સાળી પર દિલ આવી ગયું હતું અને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. આટલું જ નહિ પરંતુ સાળી અને જીજા બંને ગર્ભવતી પત્નીને છોડી થોડા સમય માટે ફરાર થયા હતા. આ યુવક થોડા દિવસ પહેલા જ તેના ઘરે પહોચ્યો હતો અને તેનું સ્વાગત કરવા તેના જ પિયર પક્ષના લોકો ઉભા હતા. જેવો આ યુવક ઘરમાં પહોચ્યો તેવો જ બધા લોકોએ આ રંગીન જીજાને મારી મારીને ભૂત બનાવી દીધો હતો.

પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર પતિએ પત્ની ગર્ભવતી થતા સાળીને પત્નીની મદદ માટે પોતાના ઘરે બોલાવી હતી. આ સમયગાળા વચ્ચે જ પતિને સાળી પર દિલ આવી ગયું હતું અને સાળીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી. અને થોડા સમયમાં જ બંનેએ શારીરક સુખ પણ માણ્યું હતું. આ રંગીન મિજાજી જીજાનું નામ પ્રદીપ હોવાનું સામે આવ્યું છે. પ્રદીપે તેની પત્નીની બહેનને પોતાના ઘરે બોલાવી હતી અને થોડા સમયમાં જ તેની સાથે શારીરક સુખ માણી તેને પણ ગર્ભવતી બનાવી દીધી હતી. પછી પ્રદીપ તેની સાળીને લઈને ફરાર થઇ ગયો હતો.

આ બનાવની જાણ સાસરીયા પક્ષોને થતા એકસાથે કેટલાય લોકો પ્રદીપના ઘરે પહોચ્યા હતા અને કઠણાઈએ પ્રદીપ પણ એ જ સમયે પાછો તેના ઘરે આવ્યો હતો. અને પ્રદીપને જોતા જ દરેક લોકોને તને મારવા દોડ્યા હતા અને પ્રદીપને એટલો માર્યો હતો કે, આજુબાજુ માંથી પણ લોકો ભેગા થઇ ગયા હતા. ખરેખર આ ઘટના સોસીયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. અને સોસીયલ મીડિયામાં પ્રદીપના આ રંગીન મિજાજની લોકો અવનવી વાતો કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *