ગુજરાતની આ મહિલા અભણ હોવા છતાં પશુપાલનના ઉદ્યોગથી કરે છે લાખોની કમાણી…

ઉત્તર ગુજરાતના બનાંસકાંઠા વિસ્તારમાં અભણ અને સામાન્ય દેખાવ વાળા કાનુંબેન ચૌધરી મહેનત કરી દર વર્ષે હજારો નહિં પણ લાખોની કામાણી કરી રહ્યા છે. કલાસ વન અધિકારી કરતા પણ આ અભણ મહિલાની આવક અનેકો ગણી વધારે છે. તેમને જાણીને નવાઈ લાગશે કે આ મહિલાની વાર્ષિક આવક 80 લાખ જેટલી છે.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નાનકડા ગામ ચારડામાં રહેવા વાળી અભણ મહિલા કાનૂબેને પોતાની મહનેતથી નામ અને દમ પર લાખોની કમાણી રહ્યા છે. થોડા વર્ષો પહેલા કાનૂબેને 10 પશુઓ લાવીને પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. અને દૂધ વેચવાનું ચાલુ કર્યું હતું અને પશુઓનું દૂધ ભરાવવા માટે પોતાના ગામથી 3 કિલોમીટર દૂર ચાલીને જતા હતા.

આ મહિલા દૂધમાંથી કરે છે વાર્ષિક 80 લાખની આવક

પશુપાલનના વ્યવસાયમાં કમાણી વધતા કાનૂબેને ધીરે ધીરે પશુઓની સંખ્યા વધારી અને હાલ તેમની પાસે નાના મોટા મળીને 100 જેટલા પશુઓ છે. જેથી અભણ કાનૂબેને હવે દૂધ દોહવા માટે ટેકનોલોજીનો સહારો લીધો છે. અને રોજનું એક હજાર લીટર દૂધ ડેરીમાં ભરાવે છે. જેના થકી તેવો વાર્ષિક 80 લાખ જેટલી કમાણી કરી રહ્યા છે. જેના કારણે કાનુબેન ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલા બની ગયા છે. કાનુંબેને પોતાની આવડત અને મહેનતથી પોતાના પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે.

રાજ્ય સરકારે આપ્યો શ્રેષ્ઠ પશુપાલનનો એવોર્ડ

બનાસડેરી દ્વારા 2016-17 માં સૌથી વધુ દૂધ ભરાવતા તેમને શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી એવોર્ડ અને 25 હજાર રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું છે. તેમજ રાજ્ય સરકાર તરફથી ગુજરાતમાં શ્રેષ્ઠ પશુપાલનમાં પણ કાનુબેનને પ્રથમ નંબર આપી તેમને તત્કાલીન કૃષિ અને પશુપાલન મંત્રી બાબુભાઈ બોખારીયાના હસ્તે એવોર્ડ અપાયો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં મળ્યો એવોર્ડ

NDDB દ્વારા ઓલ ઇન્ડિયામાં મહિલા પશુપાલક તરીકે પ્રથમ નંબર આપી ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહનસિંહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને NDDBના ચેરમેન દિલીપ રથ અને બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતમાં તેમને એવોર્ડ આપીને નવાજવામાં આવ્યા છે.

પશુઓ માટે કર્યું અનોખુ આયોજન

કાનુંબેને પોતાની ધગશ અને મહેનતના કારણે પોતાના જિલ્લા સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે કાનુંબેનનું કહેવું છે કે, કોઈ જ કામ મુશ્કેલ નથી જે મહિલાઓ પશુપાલન નથી કરતી તેમને પણ આ વ્યવસાયમાં ઝંપલાવીને પગભર થવું જોઈએ અને પોતાના ઘરમાં આર્થિક મદદ કરવી જોઈએ. કાનુંબેન દ્વારા પોતાના પશુઓની ખુબજ સારસંભાળ લેવામાં આવે છે. તેવો જાતેજ પશુઓ માટે ખેતરમાંથી જાતે જ ચાર વાઢે છે પશુઓને નવરાવે છે. પશુઓને ખાણ આપવાનું કામ હોય કે તેમને દોહવાનું કામ પણ કરે છે ગાય ભેંસોને ગરમી ન લાગે તે માટે તેમને પોતાના તબેલામાં પંખા અને કુલિંગ ફુવારા પણ લગાવ્યા છે.

પુત્રો પણ માતાની પ્રગતિથી છે ખુશ

તેમજ પશુઓને દોહવા માટે ઓટોમેટિક મશીનો પણ લગાવ્યા છે. પશુઓના દરેક કામમાં તેમને તેમના ઘરના સભ્યો અને મજૂરો પણ મદદ કરે છે. કાનુંબેનનો પુત્ર તેમની માતાની પ્રગતિથી ખુબજ ખુશ છે અને કહે છે, કે પહેલા અમારી આર્થિક સ્થિતિ સારી ન હતી પરંતુ મારી માતા દ્વારા પશુપાલનનો વ્યવસાય કરતા અમારા ઘરની હાલત ખુબજ સુધરી છે.

કાનુંબેન ચૌધરી રોજ સવાર સાંજ પોતાના પશુઓને દોઈને તેમનું દૂધ કેનોમાં ભરીને જાતેજ જીપ ડાલામાં બેસીને દૂધ ભરાવવા માટે પોતાના ગામમાં આવેલી દૂધ મંડળીમાં જાય છે જોકે પહેલા તેમને દૂધ ભરાવવા માટે આજુબાજુના ગામમાં જવું પડતું હતું પરંતુ કાનુંબેન દ્વારા પશુપાલનનો વ્યવસ્થા કરી વધારે દૂધ ઉત્પાદન કરાતા તેમના ખેતર નજીકજ બનાસડેરી દ્વારા નવી દૂધ મંડળી ખોલી આપવામાં આવી છે જેના કારણે તે વિસ્તારમાં રહેતા 100થી વધુ પશુપાલકોને તેનો સીધો ફાયદો થયો છે.

મહેનત અને ઘગશને કારણે અશક્યને શક્ય બનાવ્યું

ભરાવનાર આવતા લોકોનું કહેવું છે કે, કાનુંબેનના કારણે તેમને મોટો ફાયદો થયો છે અને કાનુબેનને જોઈને અન્ય પૈસા અને નામ કમાવવા માટે મોટી ડીગ્રી અને લાયકાતની જરૂર પડે છે તેવી માન્યતાને બનાસકાંઠાના છેવાડાના વિસ્તારમાં રહેતી કાનુબેન ચૌધરી જેવી અભણ મહિલાએ ખોટી પાડી છે જેથી સાબિત થાય છે કે મહેનત અને ધગશ હોય તો વ્યક્તિ કોઈ પણ અશક્ય કામને શક્ય કરી બતાવે છે. કાનુબેન ચૌધરીની મહેનતના કારણે સમગ્ર બનાસકાંઠા વાસીઓ ગર્વ મહેસુસ કરી રહ્યા છે ત્યારે કાનુબેન હવે વધારે પશુઓ રાખીને વધારે પ્રગતિ કરાવાની ઈચ્છા સેવી રહયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *