PM મોદીનો ચુસ્ત ‘ચોકીદાર’ વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ કરતા ફસાયો- જાણો વિગતે

નવસારીના ઘેલખડી ખાતે રહેતા ગોપાલભાઇ ભાગીરથ પ્રજાપતિ નામના યુવકે પોતાના મોબાઇલ ફોનમાં ફેસબુક ઉપર અહમદાબાદ મેં કોરોના સે સંકપિત કૉગ્રેસ નેતા બદરૂદ્દીન શેખ કી મૌત…!…

નવસારીના ઘેલખડી ખાતે રહેતા ગોપાલભાઇ ભાગીરથ પ્રજાપતિ નામના યુવકે પોતાના મોબાઇલ ફોનમાં ફેસબુક ઉપર અહમદાબાદ મેં કોરોના સે સંકપિત કૉગ્રેસ નેતા બદરૂદ્દીન શેખ કી મૌત…! પહલી બાર કોરોનાને કોઇ ઢંગ કા કામ કિયા..!! લખેલ પોસ્ટ વાયરલ કરતા કોંગ્રેસના નેતા બદરૂદીન શેખનાઓ મુસ્લિમ જ્ઞાતિના હોય જેથી કોમો વચ્ચે દુશ્મનાવટની ભાવના ફેલાય તેવા ઈરાદા સાથે પોસ્ટ કરેલ.

સમાજમાં ધિકકારની અથવા દ્રેષની લાગણીઓને પ્રોત્સાહન મળે તે રીતે આરોપી ગોપાલભાઇ ભાગીરથ પ્રજાપતિ ઉવ. ૩૯ રહે. નવસારી ધેલખડી ૩૦૧ પાર્થ કોમ્પ્લેક્ષ ન્યુ સરકારી ખારોગ્ય કેન્દ્ર પાસે તા.જી. નવસારીએ પોતાના ફેસબુક ઉપર કોગ્રેસ નેતા બદરૂદ્દીન શેખનાઓ મરણ ગયેલ હોવા છતાં બદરૂદીન શેખ કી મૌત…!! પહલી બાર કોરોનાને કોઇ ઢંગ કા કામ કિયા..!! લખાણ વાળી પોસ્ટ ફેસબુક દ્રારા વાયરલ કરી હાલમાં ચાલી રહેલ લોકડાઉન સબંધે લોકોમાં જાહેર સુલેહશાંતીનો ભંગ થાય તેવુ કૃત્ય કરી ગુનો કરતા આરોપીને વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરી આરોપીને તા.૩૦/૦૪/ર૦ર૦ના રોજ ગુનાના કામે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

પોલીસ અધિક્ષકશ્રી એસ.જી.રાણા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નવસારી શહેર વિસ્તારમાં કોરોના વાઇરસ સબંધે સમંગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. જે લોકડાઉનની અમલવારીકરાવવા શ્રી  મ.પી.પટેલ પોલીસ ઇન્સપેકટર નવસારી ટાઉન પો.સ્ટે. નાઓને સુચના આપેલ જે અન્વયે ગઇ તા.૩૦/૦૪/ર૦ર૦ના રોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પટેલ તથા બીજા સ્ટાફના માણસોએ આ આરોપીને પકડી પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *