હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીથી બચવા આજે દરેક લોકો થતા પ્રયત્નો કરી રહ્યા છે. કોરોનાએ આજે રાજ્યના મોટાભાગના મહાનગરોમાં પોતાનો પગપેસારો કરી દીધો છે. મહાનગરોના મોટાભાગના ઘરોમાં કોરોનાએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અને લોકોએ કોરોનાને ગંભીરતા પૂર્વક લેવાનું શરુ કર્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, કોરોનાથી સાજા થનાર લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે અને મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે.
આ દરમિયાન સુરતના યુવક દ્વારકેશ પટોળીયા દ્વારા એક અરજી કરવામાં આવી છે જેમાં તેમણે કહ્યું છે કે, ગુજરાતના મોટા શહેરો જેવા કે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં ખુબ જ મોટી માત્રામાં કોરોનાના દર્દીની સંખ્યા વધી રહી છે. સરકારી હોસ્પીટલમાં દર્દી માટે બેડની તંગી સર્જાય છે. આ દરમિયાન ગુજરત સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે પગલા લેવાઈ રહ્યા છે. પરંતુ ગુજરાતમાં કોરોના ખુબ જ મોટી માત્રામાં વધી રહ્યો છે.
ગામડાના લોકો પણ સારવાર માટે શહેરોમાં આવી રહ્યા છે. જેથી હોસ્પીટલમાં ઓક્સીજન, બેડ અને વેન્ટીલેટરની તંગી સર્જાય છે માટે ગુજરાત રાજ્યમાં મેડીકલ ઈમરજન્સી જાહેર કરી લોકડાઉન કરવામાં આવે. ખાનગી હોસ્પીટલમાં 5-6 દિવસની કોરોનાની સર્વરનું બિલ 2 લાખથી વધુ આવે છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને કોરોનાની સારવાર આયુષ્માન કાર્ડમાં ખાનગી હોસ્પીટલમાં રાહત દરે આપવામાં આવે.
ઉલ્લખેનીય છે કે ગુજરાત સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ અને માં કાર્ડથી કોરોના દર્દીઓને પ્રાઈવેટ હોસ્પીટલમાં સારવાર આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હજી સુધી આ જાહેરાતનો અમલ થયેલો દેખાયો નથી. ત્યારેદ્વારકેશ નામના યુવાને સરકારને આ આવેદન કરીને આ બાબતે ગુજરાતીઓને મદદરૂપ થવા આગળ આવીને સરાહનીય કાર્ય કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.