Surat News: આજે ફરી એકવાર એક નરાધમએ નાની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના બની છે.પાંડેસરા વડોદ ગામે બે દિવસ પહેલા ભાડાના મકાનમાં રહેવા આવેલી મહિલાની 10 વર્ષની દીકરીને પાડોશમાં રહેતા નરાધમે રેપનો શિકાર બનાવી છે. તેમજ આ નરાધમ બે સંતાનોનો પિતા હોવાની માહિતી સામે આવી છે.ત્યારે આ આરોપીને પાંડેસરા પોલીસે(Surat News) ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.
10 વર્ષની દીકરી સાથે કાર્ય શારીરિક અડપલાં
પાંડેસરા વિસ્તારમાં રહેતો તેમજ સંચા ખાતામાં મજૂરી કામ કરતો મનોજ સિંગ રાજેન્દ્રસિંગની સામે રેપ અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.આ નરાધમએ 10 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું.ત્યારે આ અંગે જો વિગતવાર વાત કરીએ તો,વડોદમાં પરિણીતા બે દિવસ પૂર્વે ભાડાના મકાનમાં 4 સંતાનો અને દિયર-દેરાણી સાથે રહેવા આવી છે.18મીએ મહિલાનો દિયર નોકરી પર ગયા પછી પરિણીતા અને તેની દેરાણી પર મિલમાં મજૂરી માટે ગયા હતા.
મહિલાએ તેની 10 વર્ષની દીકરીને ઘરે બે સંતાનોને સાચવવા મુકી ગઈ હતી.એ દરમિયાન પાડોશમાં રહેતા હવસખોરે બપોરે બાળકી તેના બે ભાઈઓ સાથે સૂતી હતી. તે વખતે રૂમમાં આવ્યો હતો. બાળકીના ભાઈઓને નાસ્તો લેવા મોકલી આપ્યા બાદ આરોપી મનોજસિંગે બાળકી સાથે અડપલા કર્યા હતા. બાળકીએ ચીસો પાડતા આરોપી ભાગી ગયો હતો.પાડોશી મહિલા દોડી આવી હતી. પછી બાળકીની માતાને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા. બાળકીએ મનોજસિંગે તેની સાથે કરેલી હરકત જણાવી હતી.
પોલીસે મનોજને ચાલુ ટ્રેને પકડી પાડ્યો
પાંડેસરા પોલીસે આરોપી મનોજસિંગનો ફોટો અમલનેર, ઘરણગાંવ, ચાવલખેડા અને જલગાંવ આરપીએફને મોકલ્યો હતો. પાંડેસરા ASI કુલભુષણસિંહ, કોન્સ્ટેબલ અર્જુનસિંહ અને સંતોષ યાદવની ટીમે સુરત-ભુસાવલ ટ્રેનમાં તપાસ કરી હતી. જેમાં સાયબર પોલીસ થકી આરોપીનું લોકેશન મળી આવતા ભુસાવલ નજીક ટ્રેનના જનરલ કોચમાંથી આરોપી મનોજને પોલીસે ઝડપી પડાયો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube