અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં સફળ સર્જરી: 66 વર્ષની મહિલાના અંડાશયમાંથી 13 કિલોની ગાંઠ સર્જરી દ્વારા દૂર કરાઈ

હાલમાં જીસીએસ હોસ્પિટલમાં 66 વર્ષની વૃદ્ધાના અંડાશયમાંથી 13 કિલોની ગાંઠ બહાર કાઢ્યું અને નવજીવન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પેટમાં દુ:ખાવાની સાથે પેટ વધારે ફુંલતું હોય તેવું લાગતાં ડોક્ટરને બતાવ્યું હતું. સીટી સ્કેન કરાવતા ગાંઠ દેખાઈ ત્યારે ઓપરેશન કરાવી સારવાર લેવાની સલાહ અપવામાં આવી તેથી તેમણે જીસીએસ હોસ્પિટલમાં ગાયનેક વિભાગનો સંપર્ક સાધ્યો હતો.

66 વર્ષના પુષ્પાબેને થોડા વર્ષ પહેલા જ ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવ્યું હતું. પેટમાં દુઃખાવો વધવાની સાથે સાથે તેમને ખાવા-પીવાની તકલીફ પણ થવા લાગી હતી. અંડાશયમાં રહેલી ગાંઠ દિવસેને દિવસે મોટી થવાં લાગી તેથી પેટ ફૂલતું ગયું. જેથી જીસીએસ હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગમાં ડો.દિવ્યેશ પંચાલ દ્વારા જરૂરી રિપોર્ટસ કરવામાં આવ્યા. ત્યારબાદ ઓપરેશન દ્વારા ગાંઠ બહાર કાઢવાનું નક્કી કર્યું હતું. આ ઓપરેશનમાં ગાયનેક ટીમના ડો.દિવ્યેશ પંચાલ, ડો.શિખા ચંદ્રાવત, ડો.નીતિન ગંભાવા, ડો.સાક્ષા ધોળકીયા અને ડો.મિસબાહ મન્સુરી જોડાયા હતા. એનેસ્થેટિક વિભાગ અને પેથોલોજી વિભાગના સહયોગથી ડો.દિવ્યેશ પંચાલ અને તબીબોની ટીમ દ્વારા સતત ત્રણ કલાક સુધી ઓપરેશન કરીને ગાંઠને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી.

જીસીએસ હોસ્પિટલના ડો.દિવ્યેશ પંચાલે જણાવ્યું કે, આશરે 13 કિલો વજનની ગાંઠ હોવાથી પેટ ફૂલી જતા મહિલા દર્દી માટે ઊઠવું, બેસવું અને ચાલવું અશક્ય બન્યું હતું. કેન્સરની શંકા જતાં જીસીએસ હોસ્પિટલમાં ગાયનેક વિભાગનો સંપર્ક કર્યો હતો. ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું મહિલા માટે આર્થિક રીતે પોસાય તેમ ન હતું. પરંતુ જીસીએસ હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ નિઃશુલ્ક સારવારનો લાભ મળ્યો હતો.

ત્રણ કલાકના આ ઓપેરેશન પછી 13 કિલો વજનની આ ગાંઠ સફળતાપૂર્વક બહાર નીકળી હતી. આ ગાંઠનું કદ 32 સેમી જેટલું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં જીસીએસ હોસ્પિટલમાં 100થી વધુ ગાયનેક કેન્સરના દર્દીઓની સફળ સારવાર કરવામાં આવી છે, જેમાં 56થી વધારે દર્દીઓને સર્જરી દ્વારા સારવાર આપવામાં આવી છે. જેમાંથી મોટા ભાગના દર્દીઓએ આયુષ્માન ભારત યોજના હેઠળ નિ:શુલ્ક સારવારનો લાભ મેળવ્યો હતો. આ ઉપરાંત જીસીએસ હોસ્પિટલમાં હાલમાં મોં-ગળા, સ્તન, ફેફસા, ગર્ભાશય, અન્નનળી-આંતરડા, થાઈરોઈડ, બ્લડ કેન્સર વગેરે પ્રકારના કેન્સરની પણ સારવાર ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *