ગુજરાત: હાઈવે પર કારને પાછળથી ટ્રકની ટક્કર લાગતાં ઘટનાસ્થળ પર જ મહિલાનું નીપજ્યું દર્દનાક મોત  

રાજ્યમાં કોરોનાની સાથે જ માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. દરરોજના કુલ 3-4 અકસ્માત તો માર્ગ પર થતાં જ રહેતાં હોય છે.…

રાજ્યમાં કોરોનાની સાથે જ માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. દરરોજના કુલ 3-4 અકસ્માત તો માર્ગ પર થતાં જ રહેતાં હોય છે. જેને કારણે કેટલાંક લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. એમ છતાં રાજ્ય સરકાર દ્વાર કોઈ પગલા લેવામાં આવી રહ્યાં નથી.

હાલમાં પણ માર્ગ અકસ્માતની આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાંથી સામે આવી રહી છે. અમદાવાદથી નડિયાદ આવી રહેલ પરિવારની કારને ડભાણ ચોકડી નજીક ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. જેમાં કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો.

આ અકસ્માતમાં કારમાં સવાર એક મહિલાનું ઘટનાસ્થળ પર મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારના અન્ય સભ્યોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

ડભાણ ચોકડી નજીક એક ટ્રકે કારને જોરદાર ટક્કર મારી :
નેશનલ હાઈવે નં. 8 પર અમદાવાદથી નડિયાદ બાજુ કાર લઇને પરિવાર જઇ રહ્યો હતો ત્યારે ડભાણ ચોકડી નજીક એક ટ્રકે કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે, કારના પાછળના ભાગનો કચ્ચરધાણ નીકળી ગયો હતો.

અકસ્માતની જાણ થતાંની સાથે આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા. આની સાથે જ અકસ્માતનો ભોગ બનનાર પરિવારની મદદ કરી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરતાંની સાથે જ નેશનલ હાઇવે પેટ્રોલિંગ ટીમ તથા નડિયાદ રૂરલ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *