લાખો રૂપિયામાં થતું જે ઓપરેશન આખા વિશ્વમાં ક્યાંય શક્ય ન બન્યું તે અમદાવાદ સિવિલમાં વિનામૂલ્યે થયું

સમગ્ર વિશ્વમાં 2.5 ટકા લોકોમાં સ્કોલિઓસિસ નામની બિમારી જોવા મળે છે. ત્યારે 15 વર્ષનો એક કિશોર આ બિમારીનો ભોગ બન્યો હતો. તેના કમરના મણકાં વાંકા…

સમગ્ર વિશ્વમાં 2.5 ટકા લોકોમાં સ્કોલિઓસિસ નામની બિમારી જોવા મળે છે. ત્યારે 15 વર્ષનો એક કિશોર આ બિમારીનો ભોગ બન્યો હતો. તેના કમરના મણકાં વાંકા થઈ ગયાં હતાં. તેનાથી હલનચલનમાં તેને ખૂબ જ તકલીફ પડતી હતી. આ દરમિયાન અમદાવાદ સિવિલમાં આ કિશોરની જટિલ સર્જરી કરવામાં આવી અને આજે તે સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના જીવનમાં આનંદ માણી રહ્યો છે.

મળતી માહિતી મુજબ અભય રાદડિયા નામના કિશોરને 15 વર્ષની ઉંમરે સ્કોલિઓસિસ નામની બિમારી થઈ હતી. આ બિમારી વાયુવેગે આગળ વધી રહી હતી. જેથી અભયના કમરના મણકા વાંકા વળી ગયા હતાં. આમ તો અભયને જન્મથી જ કમરના મણકામાં વધારે પડતો વળાંક હતો., પરંતુ ધીરે ધીરે સમસ્યા વધવા માંડી હતી. ખેલકૂદમાં રસ ધરાવતા અભયને હવે તો હલનચલનમાં તથા રમતગમતમાં તકલીફ થવા લાગી હતી.

અભયના પરિવાર દ્વારા આના નિવારણ માટે ઘણી બધી ખાનગી હોસ્પિટલ તથા ઓર્થોપેડિક ડોક્ટર્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંય સંતોષકારક સારવાર મળી ન હતી. છેવટે આ ક્યાંય શક્ય ન બનતા અભયને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવીને દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેના X-RAY, MRI તથા CT SCAN સહિતના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. આ ટેસ્ટમાં અભયને સ્કોલિયોસિસ નામની ગંભીર અને દુર્લભ બિમારી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં કમરનાં મણકા સામાન્ય કરતાં વધારે વાંકા થઇ જાય છે જેના લીધે હલનચલન પર અસર થાય છે.

અભયના કિસ્સામાં જ્યારે તે 3 વર્ષ પહેલા સારવાર માટે અમદાવાદ સિવિલમાં આવ્યો ત્યારે વય પણ એક અવરોધરૂપ પરિબળ હતું. સ્કોલિયોસિસ બિમારીના ઓપરેશન માટે દર્દીની ઉંમર પુખ્ત વય જેટલી હોવી જરૂરી છે. આ એક ટેક્નિકલ આવશ્યક્તા હતી. તેથી અભયના પરિવારે ઓપરેશન માટે 3 વર્ષ રાહ જોવી પડી હતી. અભય 18 વર્ષનો થઈ ગયા બાદ ઓપરેશન શક્ય બન્યું હતું. આખરે અભયનો પરિવાર જેની 3 વર્ષથી રાહ જોતો હતો તે સમય આવી ગયો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. જે.વી.મોદી અને તેમની ટીમ દ્વારા અભયના ઓપરેશનનો નિર્ણય કરવામાં આવ્યો. ડો.મોદી અને તેમની ટીમે સતત ન્યૂરો મોનિટરિંગ સાથે આ જટિલ અને જોખમી ઓપરેશન અત્યંત સાવધાનીપૂર્વક પાર પાડ્યું. સ્કોલિયોસિસ બિમારી કેટલી દુર્લભ છે તેની ગંભીરતા વિશે સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ડેન્ટ અને સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી કહે છે કે, સમગ્ર દુનિયામાં સ્કોલિયોસિસ બિમારીનું પ્રમાણ માત્ર 2.5 ટકા જ છે.

જ્યારે ભારતમાં આ બિમારીનું પ્રમાણ 0.4 ટકા છે. સામાન્ય રીતે આ બિમારી છોકરાઓમાં વધુ જોવા મળે છે. આ બિમારીથી પીડાતા બાળકોને સામાન્ય જીવનમા અગવડતા પડતી હોય છે. મોટા ભાગે આ બિમારી ડોર્સલ લેવલ 60- 65 ટકા ઉપર જોવા મળતી હોય છે. પરંતુ, લંબર લેવલ ઉપર આ બિમારીનું પ્રમાણ ઓછું એટલે કે, 35-40 ટકા જેવું જોવા મળે છે.

આ જટિલ બિમારીની સારવારમાં રૂપિયા 8 થી 10 લાખનો ખર્ચ થાય તેમ હતો. તે જટિલ અને દુર્લભ બિમારીનું ગુજરાત સરકાર સંચાલિત સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સુખરૂપ સંપન્ન થયું છે. અભય અત્યારે સંપૂર્ણપણે સ્વસ્થ છે. આ ઘટના રાજ્ય સરકારની જનતા પ્રત્યેની સંવેદનશીલતા અને સ્વાસ્થ્ય સુખાકારીની નેમનો પરિચય પણ આપનારી છે. અભય અને તેના પરિવારે પણ ડો. જે. વી. મોદી અને તેમની ટીમના આ દેવદૂત સમાન કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો છે. તબીબોની આ સફળતાએ જૂનાગઢના ભેંસાણ ગામના વતની એવા આ ગરીબ યુવાનના જીવનમાં સુખ પ્રદાન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *