નર્સિંગ કોલેજમાં ભણતી એકની એક દીકરીએ ગળેફાંસો ખાઈ કરી લીધો આપઘાત- પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

પાટણ(ગુજરાત): હાલમાં અવાર-નવાર આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે. વ્યક્તિઓ નજીવી બાબતે પણ આત્મહત્યા જેવું જીવલેણ પગલું ભરતા હોય છે. આ દરમિયાન, કોરોનાકાળ બાદ રાજ્યમાં આપઘાતની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. ત્યારે આજે સિદ્ધપુરની નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં એક 20 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો છે.

મળતી માહિતી મુજબ, સિદ્ધપુરની સરકારી નર્સિંગ કોલેજની એક વિદ્યાર્થીનીએ કોલેજની હોસ્ટેલમાં જ કોઈ અગમ્ય કારણો સર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ છે. આ બનાવની જાણ હોસ્ટેલ અને કોલેજના સંચાલકોને થતા પોલિસ બોલાવવામાં આવી હતી. હાલમાં સિદ્ધપુર પોલીસ દ્વારા સ્થળ પર જઈ મૃદેહ નીચે ઉતારી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, આત્મહત્યા કરનાર વિદ્યાર્થીની મૂળ કાંકરેજ તાલુકાના રાણાવડા ગામની રહેવાસી હતી, તે સિદ્ધપુર નર્સિંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

તેણે હોસ્ટેલના રૂમ નં. 101માં પંખા પર દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્માહત્યા કરી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ અન્ય વિદ્યાર્થીનીને થતા, તેમણે તાત્કાલિક હોસ્ટેલ સંચાલકને જાણ કરી હતી. ત્યારબાદ કોલેજ અને હોસ્ટેલ સંચાલકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા, સાથે પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી યુવતીના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટનાની જાણ પરિવારને કરવામાં આવતા પરિવાર પર દુખનું આભ તૂટી પડ્યું હતું. જાણ થતા પરિવાર તાત્કાલિક સિદ્ધપુર આવવા રવાના થઈ ગયો હતો. 20 વર્ષીય વિદ્યાર્થીની પ્રીતિ રાવલે કેમ આત્મહત્યા જેવું પગલું ભર્યું, તે મામલે હજુ ચોક્કસ માહિતી મળી નથી. પોલીસ દ્વારા આ મામલે આપગાતથી મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે અને યુવતીએ કેમ અને કયા કારણોસર આપઘાત કર્યો? તે જાણવા માટે હોસ્ટેલ સંચાલક, સહિત અન્ય વિદ્યાર્થીની પુછપરછ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *