મિત્રતાની આતો વળી કેવી તાલીબાની સજા! દ્વારકામાં 22 વર્ષીય યુવકે યુવતી સાથે દોસ્તી કરતા પિતાએ કરી નિર્મમ હત્યા

Published on Trishul News at 1:24 PM, Mon, 6 November 2023

Last modified on November 6th, 2023 at 1:25 PM

Dwarka Murder case: રાજ્યમાં ક્રાઈમની ઘટના દિવસેને દિવસે ખુબ વધી રહી હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. કેટલાક લોકોની ગુનાહિત માનસિક્તાના કારણે હત્યા, દૂષ્કર્મ, લૂંટ જેવા ગુના કરવા જાણે સામાન્ય વાત હોય તેવા કિસ્સાઓની હારમાળા વધી રહી છે. રાજ્યની પોલીસના કડક વલણ હોવા છતા પણ ગુનેગારો બેફામ વધી રહ્યાં હોય તેવું જણાઈ રહ્યું છે. દ્વારકામાં(Dwarka Murder case) 22 વર્ષીય યુવકની હત્યા કરી દેવામાં આવી છે.

હત્યાનો મામલો
દ્વારકામાં યુવકને યુવતીની મિત્રતામાં મોત મળ્યું છે. જે સમગ્ર મામલામાં 22 વર્ષીય યુવકની કમકમાટી ભરી હત્યા કરવામાં આવી છે. યુવતીના પિતાએ હાર્દિક બારીયાની હત્યા કરી હોવાનું માહિતી સામે આવી રહી છે. ટી.વી સ્ટેશન નજીક રહેતા જેસલ ગઢવીએ હત્યા કર્યાનું સામે આવ્યું છે. અત્રે ઉલેખીનય છે કે, આરોપી દ્વારકા શહેરમાં સફાઈ કરતી કંપનીમાં ફરજ બજાવે રહ્યો છે અને જેઓ કંપનીમાં સુપરવાઈઝર તરીકે પણ ફરજ બજાવે છે.

ઢોર માર મારતા મોત
જેસલ ગઢવીએ ઢોર માર મારતા યુવકનું મોત નીપજ્યું છે. સમગ્ર મામલે દ્વારકા પોલીસે આરોપીને શોધવા કાર્યવાહી પણ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાનમાં વધી રહેલી ક્રાઈમની ઘટનાથી પોલીસ પણ એક્શનમાં આવી ગયી છે તો બીજી તરફ ગુનાહિત માનસિક્તા ધરાવતા લોકો પણ બેખોફ થયા હોય તેવું આ કિસ્સા પરથી સામે આવ્યું છે.

Be the first to comment on "મિત્રતાની આતો વળી કેવી તાલીબાની સજા! દ્વારકામાં 22 વર્ષીય યુવકે યુવતી સાથે દોસ્તી કરતા પિતાએ કરી નિર્મમ હત્યા"

Leave a comment

Your email address will not be published.


*