સુરતમાં વાહનો ચેકિંગ કરી મેમો આપતો નકલી IPS, તો ગાંધીનગરમાં નકલી અધિકારી બનીને રૌફ ઝ્માંવતો ગઠિયો ઝડપાયો

Published on Trishul News at 4:01 PM, Mon, 6 November 2023

Last modified on November 6th, 2023 at 4:13 PM

Fake IPS officer Caught: રાજ્યમાં નકલી અધિકારીઓનો પકડવાનો રાફડો ફાટ્યો હોય તેમ વર્તમાનમાં લાગી રહ્યું છે. નકલી PMO, નકલી CMO, નકલી PSI, નકલી સરકારી કચેરી બાદ હવે નકલી IPS અને FCI અધિકારી પકડાયા છે. નકલી અધિકારી બની ખુલ્લેઆમ દાદાગીરીના કિસ્સાઓ એક બાદ સામે આવી રહ્યાં છે. અત્રે ઉલેખીનીય કે, સુરતના ઉધનામાંથી બિહારનો નકલી IPS પકડાયો(Fake IPS officer Caught) છે તો બીજી બાજુ ગાંધીનગરમાંથી નકલી FCI અધિકારી પકડાયો છે. ચાલો આ બંન્ને નકલી અધિકારીઓના કારનામાં જાણીએ.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નકલી આઈપીએસ ઝડપાયો
સુરતના ઉધનામાંથી બિહારનો નકલી IPS પકડાયો છે. ઉન વિસ્તારમાં રહેતા મોહમ્મદ શર્માઝ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી વોકીટોકી પણ મળી આવ્યું છે. મળતી માહિતી અનુસાર, ભાઠે વિસ્તારમાં અકસ્માતની તપાસમાં CCTVમાં આરોપી પકડાયો છે. પોલીસે આઈકાર્ડ માગતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ નકલી IPS વાહન ચાલકો પાસેથી રૂપિયા પડાવતો હતો. રૂપિયા પડાવીને બિહાર ભાગવાની ફિરાકમાં હતો તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો છે. સમગ્ર બાબતને લઈ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે.

નકલી FCI અધિકારી ઝડપાયો
ગાંધીનગરથી નકલી FCI અધિકારી પકડાયો છે. સેક્ટર-21ના પોલીસ સ્ટેશનમાં પુણ્યદેવ રાય નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, FCIના આધિકારીના નામે નકલી વિઝિટિંગ કાર્ડ બનાવ્યા છે. મળતી માહિતી અનુસાર, બોગસ વિઝિટિંગ કાર્ડ બનાવી પોલીસ ભવનમાં આરોપી પ્રવેશ્યો હતો. આરોપીએ રામલીલામાં ભાગ લેવા પોલીસ અધિકારીને આમંત્રણ આપ્યુ હતું. આરોપી પુણ્યદેવ રાય મૂળ બિહારનો અને હાલ ગાંધીધામમાં રહેતો હોવાની માહિતી સામે આવી રહી છે

Be the first to comment on "સુરતમાં વાહનો ચેકિંગ કરી મેમો આપતો નકલી IPS, તો ગાંધીનગરમાં નકલી અધિકારી બનીને રૌફ ઝ્માંવતો ગઠિયો ઝડપાયો"

Leave a comment

Your email address will not be published.


*