રાજસ્થાન(Rajasthan): બિકાનેરના(Bikaner) જયપુર રોડ(Jaipur Road) પર બસે સ્કૂટી સવાર દંપતીને (Scooty riding couple) ટક્કર મારી હતી. આ દર્દનાક અકસ્માતમાં(Accident) મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ મહિલા જોધપુરના(Jodhpur) નૈન કી ધાની ગામની રહેવાસી હતી. મંગળવારે અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ(CCTV footage) થઈ ગઈ હતી. જૈનનારાયણ વ્યાસ કોલોની પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ચંદારામ અને તેની પત્ની સુઆ દેવી સ્કૂટી પર શહેર તરફ જઈ રહ્યા હતા. પતિએ આ ઘટના અંગે જણાવતા જણાવતા કહ્યું કે, અમે ઘરનો સામાન ખરીદવા જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવતી બસે મને ટક્કર મારી. ટક્કરને કારણે હું અને મારી પત્ની બાઇક સાથે નીચે પડી ગયો હતો, મને તો કઈ નથી થયું પરંતુ સુદેવીને બસની ટક્કર લાગી હતી.
LIVE મોત કેમેરામાં કેદ : બસચાલકે 23 વર્ષની મહિલાને કચડી નાખી, લાચાર પતિ મૃત દેહ સામે કરગરતો રહ્યો….#bikaner #ACCIDENT #NewsUpdate #trishulnews pic.twitter.com/b9ShnntiwL
— Trishul News (@TrishulNews) February 2, 2022
અકસ્માત બાદ પતિ પત્નીને ખોળામાં લઈને બૂમો પાડતો રહ્યો. કેટલાક લોકોની મદદથી તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો હતો, છતાં તેને બચાવી શક્ય નહી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બસને કબજે લીધી હતી. તપાસ પણ શરૂ કરી છે. આ અકસ્માત જયપુર રોડ પર મહારાણી કિશોરી દેવી સ્કૂલ પાસે થયો હતો. મુખ્ય માર્ગ પર જ સીસીટીવી લાગેલા છે. જેમાં આખી ઘટના તેમાં કેદ થઈ ગઈ છે.
અત્રે ઉલેખનીય છે કે, થોડા મહિના પહેલા, આ જ રોડ પર બસની ટક્કરથી બીબીએસ સ્કૂલના એક બાળકનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત અનેક અકસ્માતો પણ થયા છે. નેશનલ હાઈવે હોવાથી અહીંથી ભારે વાહનોની અવરજવર રહે છે. આ રોડ પર ત્રણ સ્કૂલ હોવાના કારણે ભારે ભીડ રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.