બે વર્ષ પહેલા જ લગ્ન થયા અને એવું તો શું દુઃખ આવી પડ્યું કે… -સુરતમાં 26 વર્ષીય યુવતીએ આપઘાત કરીને દુનિયાને કહી દીધું અલવિદા

Published on Trishul News at 2:12 PM, Sat, 14 October 2023

Last modified on October 14th, 2023 at 2:13 PM

26 year old girl dies by suicide: સુરત શહેરમાં દિવસેને દિવસે આપઘાતની ઘટનાઓ વધી રહી છે.ત્યારે વધુ એક આપઘાતની ઘટના બનતા ચકચાર મચી ઉઠ્યો છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતી આપઘાત(26 year old girl dies by suicide) કર્યા હોવાનું સામે આવી રહ્યું છે. યુવતીના આપઘાતના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી આપઘાતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતી આપઘાત કરી લીધો હતો. બપોરના સમયે જ્યારે ઘરમાં કોઇ હતુ નહીં ત્યારે આ યુવતીએ આપઘાત કર્યો હતો. પરિવાર ઘટનાની જાણ થતા જ યુવતીને નજીકના હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ટુંકી સારવાર પછી જ તેનું મોત થઇ ગયુ હતુ. ત્યારે હવે યુવતીના મોત બાદ માત્ર તેના પરિવાર જ નહીં પરંતુ તેના આસપાસના વિસ્તારમાં પણ શોક માહોલ છવાઈ ગયો છે.

પારિવારિક ઝઘડા ને કારણે આપઘાતની આશંકા
મળતી માહિતી અનુસાર, યુવતીએ જયારે આપઘાત કર્યો ત્યારે ઘરમાં કોઈને ખબર ન હતી. યુવતીના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. અને કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યા હોવાનું માહિતી મળી રહી છે. અને પોલીસની મળેલી માહિતી અનુસાર, પારિવારિક ઝઘડાને કારણે આપઘાત કર્યા હોવાનું જણવા મળી રહ્યું છે.જેથી હાલમાં જહાંગીરપુરા પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Be the first to comment on "બે વર્ષ પહેલા જ લગ્ન થયા અને એવું તો શું દુઃખ આવી પડ્યું કે… -સુરતમાં 26 વર્ષીય યુવતીએ આપઘાત કરીને દુનિયાને કહી દીધું અલવિદા"

Leave a comment

Your email address will not be published.


*