નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર: ગુજરાતના માથે ફરી એકવાર વાવાઝોડાનું સંકટ- અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Ambalal Patel’s prediction in Gujarat: નવરાત્રિમાં ખેલૈયા અને આયોજકો માટે ચિંતાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. કારણ કે ગુજરાતના જાણીતા એવા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel prediction in Gujarat) ફરી એકવાર વાવાઝોડાની આગાહી કરી રહ્યા છે. તેમને જણાવ્યું કે,ગુજરાતના માથે ફરી વાવાઝોડાનું સંકટ ઉભું થાય તેવું જણાવ્યું છે.

તારીખ 18 ઓક્ટોબરે અરબસાગરમાં લો પ્રેશર બનશે અને તેના કારણે તારીખ 22થી 24 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડું આવી શકે છે.જેમાં બંગાળના ઉપસાગરનો ભેજ ભળતા તે મજબૂત બની શકે છે. મહારાષ્ટ્ર, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

વધુમાં તેઓ જણાવ્યું છે કે, તારીખ 21 અને 22 દરમિયાન દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. જેમ જેમ વાવાઝોડું ગુજરાત તરફ આવશે તેમ તેમ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ છવાયેલો રહશે.અને સમગ્ર ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. અને પછી છુટા છવાયા ઝાપટા પણ પડી શકે છે.નવરાત્રીમાં દશેરા પૂર્વે દુર્ગાષ્ટમી આસપાસ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે.

દશેરા દરમિયાન કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ પડશે. અંબાલાલે પટેલે કહ્યું કે, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ઘણી સિસ્ટમો સક્રિય થઈ રહી છે.જો ઓમાન તરફ ફંટાય તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે જણાવ્યુ વધુમાં જણાવ્યું છે કે, બેક ટુ બેક સિસ્ટમ આવશે 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના ભાગોમાં કોઈ કોઈ ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યાતા છે.

જોકે, અત્યારે કમોસમી વરસાદ થશે તે વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે થવાની શક્યતા છે. પરંતુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આકાર લેનાર સિસ્ટમ ગુજરાતના વાતાવરણને કેટલી અસર કરશે. તેના પર પણ નજર રાખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *