મુંબઇમાં 3 માળની ઇમારત પત્તાની જેમ ધરાશાયી, કાટમાળ નીચે દટાઈને 2નાં મોત; જુઓ વિડીયો

Mumbai Building Collapse: નવી મુંબઈના શાહબાઝ ગામમાં શનિવારે વહેલી સવારે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બિલ્ડિંગમાં 26 પરિવારો રહેતા હતા. જોકે, પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મોટા ભાગના લોકોને સમયસર બહાર કાઢ્યા હતા. કાટમાળ નીચે હજુ બે લોકો ફસાયા હોવાની આશંકા(Mumbai Building Collapse) છે.

બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈમારત ખૂબ જ નબળી થઈ ગઈ હતી. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર કૈલાશ શિંદેએ જણાવ્યું હતું કે સવારે લગભગ સાડા પાંચ વાગ્યે ઈમારત ધરાશાયી થઈ હતી. મહારાષ્ટ્રના મુંબઈમાં એક ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ છે.

મુંબઈમાં થયેલા ભારે વરસાદ બાદ નવી મુંબઈના શાહબાઝ ગામમાં બનેલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થવાથી અનેક લોકો દટાયા હતા. જેમાંથી ઘણાંને બચાવી લેવાયા છે. જ્યારે 2 લોકોનાં મોત થયા છે. 1 વ્યક્તિના શબને બહાર કાઢવામાં આવ્યું છે જ્યારે બીજાના માત્ર બોડી પાર્ટ્સ મળ્યા છે.

શિંદેએ આગળ કહ્યું, ‘આ એક G+3 બિલ્ડિંગ છે. શાહબાઝ ગામ બેલાપુર વોર્ડ હેઠળ આવે છે. બિલ્ડિંગમાં 13 ફ્લેટ હતા. બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને બે લોકો ફસાયા હોવાની આશંકા છે. NDRFની ટીમો સ્થળ પર છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર શિંદેએ મકાન માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે કહ્યું કે ઈમારતના કાટમાળમાંથી બચાવાયેલા બે લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. તે જ સમયે, આ ઇમારત માત્ર 10 વર્ષ જૂની છે. તેના પતન પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ તેમણે બિલ્ડિંગના માલિક સામે કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી.

વરસાદને કારણે પરિસ્થિતિ વણસી
એક અઠવાડિયા પહેલા દક્ષિણ મુંબઈમાં પણ આવી જ ઘટના બની હતી. ચાર માળની રહેણાંક ઈમારતની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. તેની નીચે દટાઈ જતાં 80 વર્ષની એક મહિલાનું મોત થયું હતું. તે જ સમયે, આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. રસ્તાઓ, રેલ્વે માર્ગો અને રહેણાંક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. તે જ સમયે, મુંબઈને પાણી પૂરું પાડતું તુલસી તળાવ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થવા લાગ્યું.