Surat Accident News: સુરતમાં વરાછા વિસ્તારમાં એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો, આ દરમિયાન ખાનગી બસ ચાલકે તેને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત (Surat Accident News) નીપજ્યું હતું. તેમજ આ ઘટના સર્જાતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જે બાદ આ અંગે પોલીસને જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બસ ચાલકે એક યુવકને અડફેટે લેતા ઘટનાસ્થળ પર જ મોત
સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ બેફામ બની હોવાની ઘટના બની છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલા રામચોક નજીક 42 પ્રકાશ ઓડ નામના વ્યક્તિ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન પ્રકાશને રોડ ક્રોસ કરતાં સમય પૂરપાટ ઝડપે દોડી રહેલી શ્રીરામ નામની ખાનગી લક્ઝરી બસના ચાલકે વ્યક્તિને અડફેટે લઈને કચડી નાખ્યો હતો.
બસનું ટાયર પ્રકાશની ઉપરથી ફરી વળતા ઘટનાસ્થળે તેનું મોત નીપજ્યું હતું.ખાનગી બસના ચાલક દ્વારા અકસ્માતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગેની જાણ થતા ઉત્રાણ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. આ સાથે લોકોમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ રોષ પણ જોવા મળી રહ્યો હતો. ઉત્રાણ પોલીસ દ્વારા સ્થિતિ કાબુમાં લઈને ટ્રાફિક હળવો કરવાની સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો.
લોકો રોષે ભરાયા
અકસ્માતના પગલે ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. તેમજ અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ રોષ પણ જોવા મળી રહ્યો હતો. આ સાથે જ લોકો આક્ષેપો લગાવી રહ્યા હતા કે હવે તો રસ્તા પર ચાલવું પણ સુરક્ષિત રહ્યું નથી. આમ તો તંત્રના લોકો હેલ્મેટ હેમ્લેટ આખો દિવસ કરતા હોય છે પરંત્તુ હવે આ ઘટનામાં જવાબદાર કોણ? થોડીવાર તો ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો.
જો કે ઉત્રાણ પોલીસએ સ્થિતિ કાબુમાં લઈને ટ્રાફિક હળવો કરવાની સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો.અકસ્માત કરનાર ખાનગી બસના ચાલક સિધ્ધરાજસિંહ સરવૈયાને ઝડપી પાડવામા આવ્યો હતો. ઉત્રાણ પોલીસ દ્વારા બસનાં ચાલકે સિધ્ધરાજ સિંહ વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App