Rajkot Heart attack News: ગુજરાતમાં બાળકો અને યુવાનોને હાર્ટ એટેક આવવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે રાજકોટના જસદણ તાલુકાના જંગવડ ગામની (Rajkot Heart attack News) કુમાર પ્રાથમિક શાળામાં ધો. 5માં ભણતાં 11 વર્ષના વિદ્યાર્થીને અચાનક છાતીના ભાગે દુખાવો ઉપડતા તરત જ સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે વિદ્યાર્થીને મૃત જાહેર કરતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
હૃદયરોગના હુમલાથી નાના બાળકનું મોત
રાજકોટના જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ધો. 5માં અભ્યાસ કરતાં હેતાંશ દવેને અચાનક છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો. આ પછી તાત્કાલિક 11 વર્ષના હેતાંશને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
દીકરો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક હેતાશ દવે જંગવડ કુમાર પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હતો અને તાજેતરમાં જ મહાકુંભ તાલુકા કક્ષાએ રમ્યો હતો. બાળકનું હદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે.
દીકરો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ
જંગવડ ગામમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હેતાંશ દવેએ દસ દિવસ પહેલા ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ ભાગ લીધો હતો. અચાનક 11 વર્ષના હેતાંશને છાતીમાં દુખાવો થયો હતો.
જેના કારણે તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ હેતાંશને મૃત જાહેર કર્યો હતો. હૃદયરોગના હુમલાથી નાના બાળકનું મોત થતાં બ્રાહ્મણ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App