સુરતમાં ઉત્તરાયણ પહેલાં 6 વર્ષનો બાળક અગાસી પરથી પતંગ ચગાવતા નીચે પટકાયો- એકનો એક દીકરો ગુમાવતા હિબકે ચડ્યો પરિવાર

ગુજરાત(Gujarat): જોવા જઈએ તો ઉત્તરાયણ(Uttarayan)ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે દરેક માતા-પિતા તથા પતંગરસિકો માટે લાલતબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરત(Surat)ના અડાજણ-પાલ રોડ(Adajan-Pal Road) ઉપર એક માસૂમ બાળક પાંચમાં માળની અગાસી ઉપરથી પતંગ ચગાવતા બહેન અને અન્ય મિત્રોની નજર સામે નીચે પટકાતા મોત મળ્યું હતું. એગ્રીકલચર કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપકના એકના એક દીકરા સાથે ઉતરાણ પહેલા થયેલી દુર્ઘટનાએ માતા-પિતાઓ માટે જાગૃત રહેવાનો અને લાલબતી સમાન કિસ્સાનો સંદેશો આપી રહ્યા છે. પીડિત પિતાએ જણાવતા કહ્યું છે કે, કાલે પહેલી જ વાર પતંગ ચગાવવા આપ્યા અને છ વર્ષના માસૂમ તનયના જીવનની દોર તૂટી ગઈ, પત્ની તો હજી આ વાતથી અજાણ છે, એકના એક લાડકા દીકરાના મૃતદેહને જોઈ એના પર શું વીતશે એ તો ખબર નહિ.

પીડિત પિતા હિરેનભાઈ પટેલએ જણાવતા કહ્યું હતું કે, તનય ધોરણ-1માં અભ્યાસ કરી રહ્યો હતો. રોજ નીલકંઠ એવન્યુના બાળ મિત્રો સાથે ધાબા પર રમવા જતો હતો અને તેની મોટી બહેન એની સાથે જ રહેતી હતી. ગુરૂવારના રોજ સાંજે તનય એ પતંગ ચગાવવાની જીદ કરતા તેમના મમ્મીએ પતંગ લાવી આપી હતી. બહેન અને બીજા બાળ મિત્રો તેની સાથે સાથે જ હતા. તનય પટકાતા અચાનક બૂમાબૂમ અને ચિચયારીઓ પડતા લોકોના ટોળેટોળા ભેગા થઈ જવા પામ્યા હતા.

જ્યારે માસુમની માતાએ દોડીને જોયું તો તનય ધાબા ઉપરથી એટલે કે લગભગ 60-70 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો. માથા અને છાતીમાં અત્યંત ગંભીર ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક દોડીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પત્નીને તો એમ જ છે કે, તનય હોસ્પિટલમાં હજુ સારવાર લઇ રહ્યો છે અને સાજો છે.મૃતકના પિતાએ કહ્યુંકે, હું આખી રાત દીકરાના મૃતદેહ સાથે કેમ રહ્યો છું તે તો મારું મન જ જાણે છે.

એકના એક દીકરાના મોતથી અજાણ છે માતા:
બસ પોસ્ટ મોર્ટમ થઇ જાય પછી દીકરાના મૃતદેહને ઘરે લઈ જઈશું. પણ એની માતા ને કેવી રીતે અને કેમ શાંત રાખવી એ વિશે કાઈ ખબર નથી પડતી. એ તો તેના એકના એક દીકરાને મળવાની જીદ પકડીને બેઠી છે. હાલ અડાજણ પોલીશે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *