“હસતું બાળ, રડતું બાળ, સદાય પ્રેમ ઝંખતું બાળ, આગળ આવી પકડો હાથ, કાલે નહી હોઈ કોઈ અનાથ…. ” હાલ માતૃછાયા અનાથ આશ્રમે આ ઉક્તિને સાર્થક કરી બતાવી છે. સમાજમાં અનાથ બાળકોનું પ્રમાણ વધ્યું છે, તો સામે તેને બેલેન્સ કરવા કુદરત પણ કરામત બતાવે છે. હાલ ફોરેન જવા માટે કેટલાય ભારતીયો તરસે છે, કોઈના વિઝા કેન્સલ થાય તો કોઈક પરીક્ષામાં ફેલ થતાં ફોરેન જઈ નથી શકતા. પણ જ્યારે વ્યક્તિનું નશીબ આગળ આવે તો જીવનની તમામ પરીક્ષામાં સફળ થઈ જવાય છે. હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં માતૃછાયા અનાથ આશ્રમમાં ઉછરતા એક છ વર્ષના બાળકનો ઉછેર હવે ઈટાલીમાં થવાં જઈ રહ્યો છે.
ઈટાલીમાં વસતા પીયેત્રો દે રીયોન્ઝો તથા તેમની પત્ની મારીઆ એલીસાએ બે વર્ષ પહેલાં બાળક દત્તક લેવાનું નક્કી કર્યું હતું. તેથી તેઓએ ઈટાલીયન ફોરેન એડોપ્સ એજન્સી દ્વારા ભારત સરકારના સેન્ટ્રલ એડોપ્સન રીસોર્સ એજન્સી, મહિલા બાળ વિભાગ ન્યૂ દિલ્હીને અરજી કરી હતી. જેમાં ભારત સરકાર દ્વારા ઈટાલીયન દંપતીને માતૃછાયા અનાથ આશ્રમમાંથી બાળકને દત્તક આપવા માટે જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્થા તરફથી અને આ વિદેશી યુગલ તરફથી જરૂરી દસ્તાવેજી કાર્યવાહી કર્યા બાદ આજે સોમવારે આશ્રમ ખાતેથી બાળકને દત્તક તરીકે સોપવામાં આવ્યો છે.
આ બાળક જ્યારે ચાર વર્ષનો હતો ત્યારે સંસ્થામાં આવ્યો હતો. અને માત્ર બે વર્ષ જેટલો સમય અહીંયા વિતાવ્યો પણ જાણે જનમો જનમનું બંધન હોય તેવી માયા લાગી ગઈ હોવાનું સંસ્થાના સંચાલોકો દ્વારા જાણવા મળ્યું છે. તાજેતરમાં બાર એક દિવસ પહેલા જ બે વર્ષના બાળકને માતા-પિતાના પ્રેમ મળ્યો અને આજે વધુ એક બાળકને માતા-પિતાના પ્રેમનો વાત્સલ્ય નસીબ થતાં સંસ્થામાં હૃદયસ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા. સંસ્થામાં ઉછરેલા 300થી વધારે બાળકોને અગાઉ સ્પેન, અમેરિકા, યુ.કે, કેનેડા વિગેરે દેશોમાં દત્તક તરીકે આપવામાં આવ્યા છે.
ઉપસ્થિત મહાનુભવોના હસ્તે સૌ પ્રથમ આ ફોરેનર દંપતીનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હિંદુ સંસ્કૃતિ પ્રમાણે કંકુ તિલક કરી બાળકને આ દંપતીને સોંપ્યું છે. આ સમયે આ ફોરેનર દંપતીની આંખમાં હરખના આસું આવી ગયા હતા. સોમવારનો દિવસ આ દંપતી માટે યાદગાર અને ખુશીનો દિવસ બન્યો છે. કારણ કે, આ દિવસે તેમણે એક સંતાનનો પ્રેમ મેળવ્યો છે તો બીજી તરફ બાળકને પણ માતા-પિતાનો પ્રેમ મળ્યો છે.
દત્તક વિધી પ્રસંગે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન રાકેશભાઈ રાવ, આર.પી.ઓ ઓફીસ અમદાવાદના સુપ્રિટેન્ડન્ટ હરેશભાઈ મલાની, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.જી.ભરવાડ, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી મહેશભાઈ પટેલ, આશ્રમના ડાયરેક્ટર સી. મીના મેકવાન, અધિક્ષક સંદિપભાઈ પરમાર, સોશ્યલ વર્કર સી. શીતલ પરમાર, સી. મંજુ ખરાડી, બીનતાબેન દેસાઈ તથા અન્ય મહાનુભવો હાજર રહ્યા હતા. આ કિસ્સો નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમ માંથી સામે આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle