લ્યો બોલો: સુરતનું આ કપલ લગ્નના પવિત્ર બંધનથી બંધાય તે પહેલા જ પોલીસે પહેરાવી હાથકડી, કારણ એવું હતું કે…

તાજેતરમાં સુરતમાંથી એક એવી આશ્ચર્યજનક ઘટના સામે આવી છે જેમાં એક યુગલ લગ્નગ્રંથી બંધાયએ પહેલા હાથકડીથી બંધાય ગયું છે. કોરોનાના કપરા સમયમાં અનેક લોકો બેકાર…

તાજેતરમાં સુરતમાંથી એક એવી આશ્ચર્યજનક ઘટના સામે આવી છે જેમાં એક યુગલ લગ્નગ્રંથી બંધાયએ પહેલા હાથકડીથી બંધાય ગયું છે. કોરોનાના કપરા સમયમાં અનેક લોકો બેકાર બન્યા છે. આ દરમિયાન આ સમયનો લાભ સુરતના એન્જિનિયર યુવાને ઉઠાવ્યો લોકોને ડેટા એન્ટ્રી કરીને રૂપિયા કમાવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા.

આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, ભાવિ પત્નીને પણ આ ધંધામાં જોડતા બંનેની ધરપકડ થઇ ચુકી છે. પોલીસ ગિરફ્તમાં યુવક અને યુવતી લગ્નના પવિત્ર બંધનથી બંધાય તે પહેલા બંનેના હાથમાં હાથકડી બંધાઈ ગઈ છે. કારણ કે, કોરોનાના કારણે અનેક લોકોના ધંધા રોજગાર બંધ પડી ગયા છે. આ દરમિયાન બેકાર બનેલા સુરતના એન્જિનિયર યુવાન હાર્દિક વડાલીયાએ રૂપિયા કમાવવાનો નવો કીમિયો શોધી કાઢ્યો હતો.

મળતી માહિતી મુજબ, આરોપી હાર્દિક જોબ રિપ્લેસમેન્ટ વેબ સાઈટ પરથી નોકરી વાંચ્છુક યુવક યુવતીઓના નંબર મેળવતો અને ત્યારબાદ તેમને ફોન કરીને ડેટા એન્ટ્રી કરી રૂપિયા કમાવવાની લાલચ આપતો હતો. જોકે, પહેલા એક ડેમોસ્ટ્રેશનના ભાગ રૂપે હાથથી લખેલ પેજ મોકલી આપતો. જે એક સોફ્ટવેરમાં ટાઇપ કરી આપવા માટે કહેતો હતો. ત્યારબાદ આ સોફ્ટવેર માટે તે સામે વાળા વ્યક્તિ પાસેથી માત્ર રૂપિયા 999 મેળવતો અને છેતરપિંડી કરતો હતો.

જાણવા મળ્યું છે કે, આરોપી હાર્દિક વડાલીયાએ સિવિલ એન્જીનીયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે અને તેના આ આઈડિયામાં તેની મંગેતર રૂચિતા નારોલાને પણ સામેલ કરી હતી. તેણે પણ એલએલબીનો અભ્યાસ કર્યો છે. બંને આરોપીઓએ નોકરી વાંચ્છુક લોકોની ફોન કરવા માટે ચાર યુવતીઓને પણ નોકરીએ રાખેલ હતી. જ્યારે નોકરી માટે જરૂરિયાત મંદ લોકોના ડેટા તે જે તે વેબસાઈટ પાસેથી રૂપિયા ચૂકવીને મેળવતો હતો.

આ રીતે ગુજરાતના 1700 બેકાર યુવાન અને યુવતીને આ બંને છેતરી ચુક્યા હોવાનું સામે આવ્યું છે. જેની કુલ રકમ 17 લાખ થવા પામી છે. આરોપી હાર્દિક વડાલીયા દ્વારા અત્યાર સુધીમાં ગુજરાતમાંથી 1700 લોકોને ભોગ બનાવીને રૂપિયા 17 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે આરોપીને જેલના સળિયા પાછળના જવું પડે તે માટે તે લોકો પાસેથી માત્ર 999 રૂપિયા ઉઘરાવી ને છેતરપિંડી કરતો હતો.

જેથી કરીને આટલી નાની રકમ માટે કોઈ પોલીસ ફરિયાદ પણ કરી શકે નહિ. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે, લોકો પાસેથી પૈસા મેળવવા માટે તેણે પરિવારના અલગ અલગ સભ્યોના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતા. જોકે, અમદાવાદ સાયબર ક્રાઇમને ફરિયાદ મળતા સાયબર ક્રાઇમ દ્વારા પાંચ યુવતી અને એક યુવક એમ કુલ છ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *