રમતા-રમતા સાત વર્ષનો બાળક ગળી ગયો 14 મેગ્નેટિક મણકાં, આકર્ષણને કારણે કાણાં-કાણાં થયા આંતરડા

અમદાવાદ(ગુજરાત): હાલમાં અમદાવાદ(Ahmedabad)માંથી દરેક માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં 7 વર્ષનું બાળક રમત રમતમાં એક, બે કે ત્રણ નહીં પણ 14 જેટલા…

અમદાવાદ(ગુજરાત): હાલમાં અમદાવાદ(Ahmedabad)માંથી દરેક માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં 7 વર્ષનું બાળક રમત રમતમાં એક, બે કે ત્રણ નહીં પણ 14 જેટલા મેગ્નેટિક મણકા ગળી ગયું હતું. મૂળ રાજસ્થાન(Rajasthan)ના પ્રેમજીભાઈ(Premjibhai) અમદાવાદમં કેટરિંગનું કામ કરે છે. તેમનો દીકરો બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. અચાનક તેની તબિયત બગડી હતી. તબીબી તપાસ કરાવતા તેમના પુત્રએ ચુંબકીય મણકો(Magnetic bead) ગળી ગયો હોવાનું બહાર આવ્યું હતું. પેટ પછી નાના આંતરડામાં 14 ચુંબકીય મણકા ફસાઈ ગયા હતા. બાળકે ચુંબકીય મણકો ગળી લીધો જેના કારણે આંતરડામાં કાણું પડી ગયું હતું.

આંતરડામાં અલગ-અલગ જગ્યાએ ચુંબકીય મણકા ફસાઈ જતાં તેઓના આકર્ષણ બળને કારણે તેઓ એકબીજાને આકર્ષવા લાગ્યા. આ ચુંબકીય મણકા શરીરમાં પ્રવેશતાની સાથે જ અથડાઈ ગયા અને આંતરડામાં 7 કાણાં પડી ગયા. 14 મેગ્નેટિક મણકા અલગ-અલગ જગ્યાએ અટવાઈ ગયા હોવાથી ઓપરેશન સમયે તમામ મણકા દૂર કરવા ખૂબ જરૂરી હતું. અસારવા સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમે 3 કલાક ઓપરેશન કરી બાળકનો જીવ બચાવ્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકે મેગ્નેટિક બીડ ગળી જવાનો પ્રથમ કેસ નોંધાયો હતો. બાળકને 10 એપ્રિલથી પેટનું ફૂલવું અને ઉલ્ટી થવાનું શરૂ થયું હતું, જે મુજબ બાળકે આંતરડામાં અલગ-અલગ જગ્યાએ ચુંબકીય મણકા ચોંટેલા જોઈને 10-15 દિવસમાં ચુંબકીય મણકા ગળવાનું કરવાનું શરૂ કર્યું હશે.

તેમણે જણાવ્યું કે, બાળકના આંતરડામાં અલગ-અલગ જગ્યાએ ચુંબકના 14 ટુકડાઓ અટવાઈ ગયા હતા, જેના કારણે આંતરડાની દિવાલમાં ઘણા કાણાં પડી ગયા હતા. તેથી એક સાથે તમામ ટુકડાઓ કાઢવા માટે ઓપરેશન કરવું જરૂરી હતું. ઓપરેશન દરમિયાન 14 મેગ્નેટિક મણકા કાઢવા પડ્યા, આંતરડા બે જગ્યાએ કાપવા પડ્યા અને એક જગ્યાએ ટાંકા લેવા પડ્યા. આ કેસમાં બાળકનો જીવ પણ જોખમમાં હતો. જોકે, સમયસર ઓપરેશન કરાવનાર બાળક હવે સ્વસ્થ છે અને પોતાના ઘરે પરત ફર્યો છે.

બાળકના પિતા કેટરર છે. તેમણે જણાવ્યું હતું કે બાળકનું પેટ ફૂલી ગયું હતું અને તેને લીલી ઉલ્ટી થવા લાગી હતી, ત્યારબાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ અમને ખ્યાલ આવ્યો કે, બાળક મણકા જેવું કંઈક ગળી ગયું છે અને અમે સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. બાળકની હાલત અને ઓપરેશનની ગંભીરતાને જોતા બાળકને બચાવવા માટે સોલા સિવિલથી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. અસારવા સિવિલમાં તબીબો દ્વારા એક્સ-રે કરીને સારવાર શરૂ કરવામાં આવી, હવે બાળક સંપૂર્ણ સ્વસ્થ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *