લગ્નની એનિવર્સરી ઉજવી પરત ફરી રહેલા દંપતીને થયો કાળનો ભેટો, પુલ પરથી નીચે પટકાતાં મળ્યું દર્દનાક મોત

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરના SG હાઈવે-સોલા બ્રિજ(SG Highway-Sola Bridge) પર મોડી રાતે કારચાલકે એક દંપતીને અડફેડે લેતાં તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, બે મહિનાની મેરેજ એનિવર્સરી ઊજવીને દંપતી પોતાના ઘરે પરત ફરી રહ્યું હતું ત્યારે કારચાલકે તેને જોરદાર અડફેટે લીધા હતા. અકસ્માત(Accident) એટલો ભયાનક હતો કે ટક્કરથી દંપતી ફંગોળાઈને બ્રિજ પરથી નીચે પડ્યું હતું. ગોઝારા અકસ્માત પછી કારચાલક અકસ્માતના અંજામ આપીને કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. SG હાઇવે 1 પોલીસ દ્વારા હાલમાં આ મામલે ગુનો નોંધી ડ્રાઇવરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ચાંદખેડા વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર દ્વારકેશ વાણિયા અને તેમનાં પત્ની જુલી ગઈકાલના રોજ મોડી રાતે એક્ટિવા લઈ અમદાવાદના SG હાઈવે પર સોલા ભાગવત વિદ્યાપીઠના બ્રિજ પરથી જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી કારે તેમને અડફેટે લીધા હતા, જેમાં તેમનું બ્રિજ પરથી નીચે પટકાતાં કમકમાટી ભર્યા મોત થયા હતા.

મેરેજ એનિવર્સરી ઊજવવા માટે બહાર ગયેલા દંપતિને ગોઝારો અકસ્માત સર્જાનારી કારની ટક્કર એટલી ભયંકર હતી કે દંપતીને અડફેટે લીધા પછી 100 મીટરના અંતરે તેઓ બ્રિજ પરથી નીચે પટકાયા હતા. આ દરમિયાન દ્વારકેશભાઈના પેટના ભાગે અત્યંત ગંભીર ઈજા થઈ હતી જયારે તેમની પત્ની જુલીબેનને બ્રિજ ઉપરથી નીચે પડવાથી માથાના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી જેથી લોકોએ તેમને સોલા હોસ્પિટલ ખસેડ્યા હતા પરંતુ ડોકટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે, મૃતક દંપતીના હજુ બે મહિના પહેલાં જ લગ્ન થયા હતા અને ગઈકાલે એની એનિવર્સરી હોવાને કારણે તેઓ એનિવર્સરી ઊજવવા માટે બહાર ગયાં હતાં. આ સમય દરમિયાન પરત ઘરે ફરતા સમયે ગોઝારા અકસ્માતનો ભોગ બન્યા હતા. જોકે અકસ્માત બાદ કારચાલક કાર મુકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું અને વેજલપુર વિસ્તારનો રહેવાસી હોવાનું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું. હાલ તો પોલીસ દ્વારા કારના નંબરના આધારે ગુનો નોંધીને આરોપીને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *