દુનિયામાં ઘણા લોકો એવા છે જેને સાંજ પડે ખાવા નથી મળતું. અમુક લોકો ખુબ મહેનત કરીને પોતાની ભૂખને સંતોષે છે. આવા સમય દરમિયાન કોઈ ઘરના મોભી જ ના હોય અને ઘરમાં કોઈ કમાવવા વાળું ન હોય તો ઘરમાં લોકોને ખાવા માટે ફાંફા પડે છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વૃદ્ધા ભીખ માંગીને પોતાના તેમના દીકરાના દીકરાને ખવડાવે છે.
આ 75 વર્ષના વૃદ્ધાનું નામ રેવાબેન છે. હાલમાં તે ઉંઝામાં રહે છે. તેનો એક દીકરો હતો તેમું અવસાન થયું હતું. જેથી દીકરાના દીકરાઓને ખાવાનું મળી રહે તે માટે રોડ પર ભીખ માંગવા આવે છે.
રેવાબેનની ઈચ્છા છે કે, તેમના છોકરાના છોકરાઓને ભણાવવા છે. હાલમાં તેમના દીકરાના દીકરાને ફાટેલા તૂટેલા કપડા પહેરાવીને શાળાને મોકલવા પડે છે. આ દાદીમાં મંદિરની બહાર બેસે છે. જેથી તેમને દિવસ દરમિયાન 100 રૂપિયા મળે છે.
રેવાબા કહે છે કે, મારો દીકરો જીવતો હતો ત્યારે મને આવી સમસ્યાઓ નહોતી આવતી. પરંતુ તેનું અવસાન થતા મને ખુબ જ તકલીફ પડે છે. મારા દીકરાના દીકરાને પણ મારે જ ભણાવીને મોટા કરવામના છે.
રેવાબા કહે છે કે મેં જેવા દિવસો જોયા છે તેવા દિવસો મારે મારા દીકરાને નથી બતાવવા. દિવસ દરમિયાન હું 100 જેટલા રૂપિયા ભીખ માંગીને લઇ જાવ છું અને તેમનું કરિયાણું લઈને ઘરે જાવ છું અને દીકરાનું પેટ ભરું છું. કેટલીક વાર તો હું ખુદ જ ભૂખી રહીને બાળકોનું પેટ ભરું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.