હાલમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં એક કળિયુગી દીકરાએ વૃદ્ધ માતાને લાફો મારતાં માતાનું મોત થયું છે. સોમવારે બનેલી આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, પતિ-પત્ની અને માતા વચ્ચે ઘરની બહાર માથાકૂટ ચાલી રહી છે.
આ દરમિયાન આવેશમાં આવીને દીકરો માતાને જોરથી થપ્પડ મારે છે. આ સાથે જ વૃદ્ધ માતા શેરીમાં જ ઢળી પડે છે, અને થોડી વારમાં જ તેનું મોત થાય છે. સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, પાર્કિંગ વિવાદને લઈને પરિવારમાં ઝઘડો ચાલી રહ્યો હતો. હાલમાં પોલીસે માતાને લાફો મારનાર દીકરાની ધરપકડ કરી છે.
સમગ્ર ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને કહેવામાં આવ્યું હતું કે, મામલો સમાધાન થઈ ગયો છે. બાદમાં આ વીડિયો વાયરલ થયા બાદ મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. પોલીસના કહેવા મુજબ, આરોપી રણબીરની પત્ની અને માતા સાથે પણ ઝઘડો થયો હતો. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે.
ગત 15મી માર્ચના રોજ બપોરે લગભગ 12.30 અરસાની આસપાસ રણવીર નામના વ્યક્તિએ પોતાની વૃદ્ધ માતા અવતાર કૌરને પરસ્પર વિવાદને પગલે એવો તે જોરદાર લાફો માર્યો કે બીચારી વૃદ્ધ માતાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. પુત્ર રણવીરે જ્યારે માતાને લાફો માર્યો તે ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ.
હાલમાં સોશિયલ મીડિયામાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ખુબ વાયરલ થઈ રહ્યું છે. લોકો આ કળિયુગી પુત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે. આ સમગ્ર ઘટના દિલ્હીના દ્વારકાના બિંદાપુરમાં બની હોવાનું જાણવા મળી રહ્યું છે.
સગા દીકરાએ પોતાની 76 વર્ષીય જનેતાને એવો લાફો માર્યો, કે માતાનું થયું કરુણ મોત pic.twitter.com/d8pAQLNyII
— Trishul News (@TrishulNews) March 17, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle