ચુંટણી ટાણે જ ભાજપને મોટો ઝટકો: આ ધારાસભ્ય એ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે પકડ્યું ‘આપ’નું ઝાડું

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યું છે. અરવિંદ કેજરીવાલ દ્વારા આપેલી ગેરંટીઓ પર ગુજરાતની જનતા વિશ્વાસ કરી રહી છે કેમ કે…

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યું છે. અરવિંદ કેજરીવાલ દ્વારા આપેલી ગેરંટીઓ પર ગુજરાતની જનતા વિશ્વાસ કરી રહી છે કેમ કે લોકો જાણે છે કે અરવિંદ કેજરીવાલ જે કહે છે તે કરીને બતાવે છે. તેમણે દિલ્હીમાં જે વાયદાઓ કર્યા હતા તે પૂરા કર્યા છે અને પંજાબમાં પણ સરકાર બને ફક્ત 7 મહિના થયા છે છતાંય જનતાને આપેલા વાયદાઓ પુરા કરવાનું કામ જોરો શોરોથી ચાલી રહ્યુ છે. આ બધું જોઈને ફક્ત ગુજરાતની સામાન્ય જનતા જ નહીં પરંતુ બીજી પાર્ટીના લોકો જે જનતાની સાચી સેવા કરવા માંગે છે તેઓ પણ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓ પણ પોતાની જ પાર્ટીના કૃત્યોથી નારાજ છે અને એટલા માટે તેઓને પણ આમ આદમી પાર્ટી જ એક શ્રેષ્ઠ અને યોગ્ય વિકલ્પ લાગી રહી છે અને પરિવર્તનની લહેરમાં જોડાઈ રહ્યા છે.

પરિવર્તનની આ લહેરમાં વધુ એક નામ જોડાઈ ગયું છે. માતર વિધાનસભાના લોકપ્રિય અને બીજી ટર્મના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કતારગામ વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના હસ્તે ટોપી અને ખેસ પહેરીને કેસરીસિંહ સોલંકી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે.

આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલના વિચારો તથા દિલ્હી સરકારે કરેલા શાનદાર કામોથી પ્રભાવિત થઈને અને ગુજરાતમાં પરિવર્તન લાવવાની આશા સાથે કેસરીસિંહ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમને પૂરો વિશ્વાસ છે કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને દિલ્હીમાં જે શાનદાર કામો અરવિંદ કેજરીવાલએ કર્યા છે, તેવા જ કામો ગુજરાતમાં પણ કરવામાં આવશે અને ગુજરાતના લોકોને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

આમ આદમી પાર્ટીમાં જોડાઈને લોકો જનકલ્યાણના કાર્યોમાં સમાજસેવકો પોતાનું યોગદાન આપવા માંગે છે. જે કામો આમ આદમી પાર્ટીએ પહેલેથી જ દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યા છે તેને જોતા આજે ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની ગેરંટીઓ પર વધુ વિશ્વાસ આવી રહ્યો છે. લોકો સમજી ગયા છે કે સત્તા બદલવી અને સુશાસન સ્થાપિત કરવું એ એમના જ હાથમાં છે. તેઓ જનતા માટે કામ કરનારી પાર્ટીને મત આપીને ગુજરાતના સકારાત્મક પરિવર્તનમાં પોતાનું યોગદાન આપી શકે છે. આવનારી ચૂંટણી ગુજરાત માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે અને ગુજરાતમાં એક ઐતિહાસિક બદલાવ લાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *